Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

નર્મદા આરતી માટે બનાવેલા ઘાટનું નામ આદિ જગતગુરૂ શંકરાચાર્ય ઘાટ કરવા VHP એ આવેદનપત્ર આપ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ની નજીક નર્મદા નિગમ તરફથી ૧૫ કરોડનાં ખર્ચે નવ નિર્માણ ઘાટનું કામ કરવામાં આવ્યું છે. અને ઘાટ પર દરરોજ નર્મદા માતાની આરતીનો કાર્યક્રમ કરવામાં આવે છે. હાલમાં આરતીનો અભ્યાસ (પ્રેક્ટીસ) કરવા દરરોજ પંડિતો દ્વારા કરવામાં આવે છે. આરતીની શરૂઆત વડાપ્રધાન મોદીનાં કરકમલો દ્વારા મહા આરતીની શરૂઆત કરવામાં આવશે.જેમ ગંગા આરતી (હરીદ્વાર) થાય છે તેમ આ ઘાટ પર પણ રોજ આરતી થશે. આ બાબતે નર્મદા નદીનાં ઘાટે સાધના,ધ્યાન, તપ, તપસ્યા, સેવા કરતા સાધુ સંતોની માંગ હતી કે આ ઘાટનું નામ આદિ જગતગુરૂ શંકરાચાર્ય નામ તરીકે રાખવામાં આવે કારણ કે નર્મદા નદીનાં પવિત્ર કિનારે આદી જગતગુરૂ શંકરાચાર્ય મહારાજે ૮ વર્ષની ઉમરમાં આજથી ૨૫૦૦ વર્ષ પહેલા તપસ્યા કરીને સમગ્ર વિશ્વમાં ધર્મની ધજા ફરકાવી હતી તો એવા મહપુરૂષને શ્રદ્વાંજલી રૂપે આ ઘાટનું નામકરણ આદી જગતગુરૂ શંકરાચાર્ય ઘાટની માંગ પહેલા પણ કરવામાં આવી હતી.
આજની આ રજૂઆતમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ નર્મદા જિલ્લા અજીત સિંહ રાઠોડ, સ્વામી ધર્માનંદ મહારાજ, સ્વામી સદાનંદ મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર્તાઓમાં સુજલ મિસ્ત્રી, ગૌતમભાઈ પટેલ તથા બજરંગદાસ સંયોજક પુષ્પરાજ સિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.

(11:03 pm IST)