Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

ડેડીયાપાડામાં પતંગના દોરાથી ઘાયલ થયેલા કબૂતરને જીવદયા પ્રેમીએ સારવાર આપી જીવતદાન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં પતંગ રસિયાઓ ઉત્તરાયણનો પર્વ એક મહિના પહેલાથી શરૂ કરી દેતા હોય છે ત્યારે જિલ્લાના ડેડીયાપાડા ખાતે આજે આકાશમાં ઉડતું એક કબૂતર પતંગના દોરામાં ભેરવાતા પાંખોમાં ઇજા થતાં ફડફડાતું જમીન પર પડતા જીવદયા પ્રેમીએ તેની સારવાર કરી હતી.

આ વર્ષે ઉત્તરાયણના પર્વમાં કોરોનાના કારણે ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી છતાં અમુક યુવાનો પતંગો ઉડાડતા જોવા મળે છે જેમાં ક્યારેક  આકાશમાં ઉડતા નિર્દોષ પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે અથવા ક્યારેક મોતને પણ ભેટ છે ત્યારે  ડેડીયાપાડા ખાતે ઊડતી પતંગના દોરામાં એક કબૂતર અટવાઈ જતા ઇજાગ્રસ્ત થઈ નીચે પડ્યું હતું આ બાબતની જાણ કોઈકે ત્યાંના જીવદયા પ્રેમી ભાવિનભાઈ વસાવાને કરતા તેઓ તાબડતોબ સ્થળ પર પહોંચી  કબૂતરને યોગ્ય સારવાર આપી આકાશમાં ઉડતું કરી જીવતદાન આપ્યું હતું.

(12:07 am IST)