Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

ઉત્તરાયણનાં દિવસે જાહેર રજા મૂળ સુરતના અને બોમ્બે હાઈકોર્ટના જજ નાનાભાઈ હરિદાસ દ્વારા અંગ્રેજ સરકાર પાસે મંજૂર કરાવી હતી

સુરત: આજે ઉત્તરાયણનો તહેવાર સુરતીઓ સહિત તમામ ગુજરાતીઓ અને દેશભરના લોકો મનાવી રહ્યા છે, કારણ કે ઉત્તરાયણની જાહેર રજા હોય છે. ઉત્તરાયણનાં દિવસે જાહેર રજા સાથેનો કિસ્સો સુરત શહેર સાથે જોડાયેલો છે, જી હાં, ઉત્તરાયણની રજા 14મી જાન્યુઆરીના રોજ આપવામાં આવે છે. રજા મૂળ સુરતના અને બોમ્બે હાઈકોર્ટના જજ નાનાભાઈ હરિદાસ દ્વારા અંગ્રેજ સરકાર પાસે મંજૂર કરાવી હતી.

ઉત્તરાયણ આખા દેશનો ઉત્સવ છે અને તેમાં પણ ખાસ કરીને સુરત અને અમદાવાદનાં પોળ વિસ્તારની ઉત્તરાયણની ઉજવી જો જોઈ હોય તો તમે કંઈ નથી કર્યું એમ કહેવામાં આવે છે, મોજીલા અમદાવાદી અને સુરતી લાલાઓ સાથે હવે આખા ગુજરાતમાં કોણ સારી ઉત્તરાયણ મનાવે તેની હંમેશા રેશ ચાલતી હોય છે.

જોકે હાલમાં 14મી જાન્યુઆરી અને મકર સંક્રાતીના રોજ જાહેર રજા આપવાની પહેલ સુરતમાં થઇ હતી. સૌથી મહત્વની વાત છે કે, એક સુરતના પ્રયાસોના આધારે તે સમયે અંગ્રેજ સરકાર દ્વારા માન્ય રાખવામાં આવી હતી. 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણની રજા જાહેર કરી હતી.

સુરતના જસ્ટિસ નાનાભાઈ હરિદાસ બોમ્બે હાઈ કોર્ટના પહેલા ગુજરાતી અને હિંદી જસ્ટિસ હતા. તેમને પતંગ ચગાવવાનો ઘણો શોખ હતો. આથી તેઓ પોતાની વગ વાપરીને તે સમયે સરકાર પર દબાણ લાવ્યા હતા અને તેમના પ્રયોસાના કારણે રજા બોમ્બે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી.

જસ્ટિસ નાનાભાઈ હરિદાસનો જન્મ .. 1832માં થયો હતો. તેમણે સુરતમાં ગુજરાતી, અંગ્રેજી, મરાઠી અને ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું. તેમણે મિશન સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું અને .. 1850માં મુંબઈની એલ્ફીન્સ્ટન કોલેજમાં જોડાયા હતા. જે બાદ 1852માં સુપ્રીમ કોર્ટમાં મદદનીશ ટ્રાન્સલેટરની ઈન્ટરપ્રીટરની નોકરી મળી હતી. 1857માં સરકારે તેમની પાસેથી આઈપીસી, સીઑપીસી અને સીપીસીનું ગુજરાતીમાં ભાષાંતર પણ કરાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં નોકરી થોડા વર્ષો પછી નાનાભાઈએ છોડી દીધી હતી અને તેમણે સ્વતંત્ર વકીલાત શરૂ કરી હતી. 1868માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીની પરીક્ષા પસાર કરીને LLMની ડીગ્રી મેળવી હતી. મુંબઈ સરકારે તેમને ફર્સ્ટ ગ્રેડ સબોર્ડિનેટ જજ તરીકેની પદવી આપવા માટે માગણી કરી હતી, પણ તેમણે તે જગ્યા સ્વીકારી નહતી.

જો કે થોડા સમય પછી વર્ષ 1873માં તે સમયના મુંબઈના ગવર્નર સર ફિલિપ વુડહાઉસે ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયાના ખાસ હુકમથી વર્ષ 1884માં નાનાભાઈ હરિદાસને મુંબઈ હાઈકોર્ટમાં કાયમી જજ તરીકે નિયુક્ત કર્યા હતાં.

.. 1884માં તેમણે મુંબઈ હાઈકોર્ટમાં જજ તરીકેની કાયમી ધોરણે નોકરી મળી હતી. તેમને પતંગ ચગાવવાનો ભારે શોખ હતો. તે સમયે નાનાભાઈ ગ્રાન્ટ રોડ સ્ટેશનથી ઉત્તરાયણના આગલા દિવસે ગુજરાત મેલમાં સુરતમાં આવતા હતા. ઉત્તરાયણનો આખો દિવસ સુરતમાં પતંગ ઉડાડી, ઉંધીયું અને તલ-ચીકી ખાઈને વિતાવતા હતા. તેઓ ફરી તે દિવસે રાત્રે ગુજરાત મેલમાં ફરી ગ્રાન્ટ રોડ જતાં હતા. તે સમયે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન હતું, જેના કારણે ગ્રાન્ટ રોડ ઉતરવું પડતું હતું.

જસ્ટીસ નાનાભાઈને લાગ્યું કે, સુરતીઓ સહિત ગુજરાતીઓ મોટી સંખ્યામાં ઉત્તરાયણની મજા માણતા હોય છે તો કે તેમને જાહેર રજા મળે, બસ આજ વાતને મનમાં રાખીને તેમને અંગ્રેજ સરકારને રજુઆત કરી હતી. જસ્ટીસ નાનાભાઈ હરિદાસની રજૂઆત આગળ અંગ્રેજ સરકાર પણ ઝૂકી હતી. આમ એક સુરતીને કારણે સુરત સાથે ગુજરાતના લોકોને ઉત્તરાયણની રજાનો લાભ મળ્યો હતો.

(11:01 am IST)