Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

વિરમગામ નજીક સર્જાયેલ અકસ્માતમાં પીકઅપ વાહનનું ટાયર ફાટતા હડફેટે ચડેલ બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વિરમગામ:સુનગર હાઈવે ઉપર કાજીપુરા ગામ પાસે પીકઅપ વાહનનું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરીંગ ઉપરના કાબુ ગુમાવતા બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક સહિતના ઇજાગ્રસ્ત બન્યા હતા અને રોડની સાઇડમાં ગાડી ઉતરી ગઈ હતી પીકઅપ વાહન ચાલક દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થ વિરમગામ લાવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી.

અકસ્માત થતા ઘટના સ્થળે પસાર થઇ રહેલા વાહનચાલકો વાહન ઉભા રાખી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા થોડીવાર માટે ટ્રાફીક જામ થઇ ગયો હતો

 

(4:33 pm IST)