Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

અમદાવાદના ઘાટલોડિયામાં નિવૃત વૃધ્ધે પાંચમા માળે શરીરે આગ ચાંપી પડતું મુકતા અરેરાટી

અમદાવાદ:ઘાટલોડીયામાં રહેતા અને બીએસએનએલમાંથી નિવૃત થયેલા ૬૨ વર્ષના વૃધ્ધે પોતાના પાંચમા માળે શરીરે આગ ચાંપી દીધી હતી બાદમાં તેમણે ઉપરથી પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. ડાયાબિટીશ અને બ્લડપ્રેશરની બિમારીથી કંટાળીને તેમણે પગલું ભર્યું હોવાની શંકાને આધારે ઘાટલોડીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘાટલોડીયામાં જ્ઞાાનજ્યોત સ્કુલ પાસે સમર્પણ ટાવરમાં પાંચમા માળે રહેતા જયપ્રકાશ શેખરન કોડીયાર(૬૨) બીએસએનએલમાં ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત જીવન ગાળતા હતા. તેમની સાથે તેમના પત્ની જયશ્રીબહેન(૬૨) રહેતા હતા. જ્યારે તેમની એક દિકરી વિદેશમાં અને એક દિકરી અમદાવાદમાં રહે છે.

તેમના પત્ની જયશ્રીબહેનની તબિયત સારી હોવાથી જયપ્રકાશે તેમને બ્રેડ અને આમલેટ બનાવીને આપી હતી. બાદમાં જયશ્રીબહેન તેમના બેડરૃમમાં સુવા માટે જતા રહ્યા હતા. જ્યારે જયપ્રકાશ ટીવી જોઈ રહ્યા હતા. દરમિયાન ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ વહેલી સવારે તેમણે તેમના ફ્લેટની બાલ્કનીમાં જઈને શરીર પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. બાદમાં તેમણે પાંચમાં માળની બાલ્કનીમાંથી પડતુ મુક્યું હતું. જેમાં તેમને ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યું હતું. અંગે પોલીસને જાણ કરાતા ઘાટલોડીયા પોલીસ ઘટનાસ્થલે આવી પહોંચી હતી. તપાસમાં ઘરમાંથી મલયાલમ ભાષામાં લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેમણે હું મારી મરજીથી આપઘાત કરૃ છું અને તેના માટે કોઈ જવાબદાર નથી, એમ લખ્યું હોવાનું તેમના પત્ની જયસ્રીબહેને પોલીસને જણાવ્યું હતું.

(4:29 pm IST)