Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

ગાંધીનગર નજીક મહેસાણા અડાલજ હાઇવે પરથી પોલીસે કારની તપાસ કરી બાતમીના આધારે 5.8 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગર:શહેર નજીક મહેસાણા અડાલજ હાઈવે ઉપર અમદાવાદ તરફ વિદેશી દારૃ ભરેલી કાર પસાર થઈ રહી હોવાની બાતમીના પગલે અડાલજ પોલીસે શેરથા પાસે વોચ ગોઠવીને દારૃ ભરેલી કારને ઝડપી પાડી હતી. જેમાં સવાર રાજસ્થાનના શખ્સને ઝડપી લેવાયો હતો. દારૃની ર૯૩ બોટલ અને કાર મળી કુલ . લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.   

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે મહેસાણા અડાલજ હાઈવે ઉપરથી એક વિદેશી દારૃ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી અડાલજ પોલીસને મળી હતી જેના આધારે અડાલજ પોલીસે શેરથા કટ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર નં.જીજે-૦૧-આરકે-૮૩૮૧ આવતાં તેને ઉભી રાખવામાં આવી હતી અને તેમાં સવાર ચાલકનું નામ પુછતાં સુર્યભાણસિંહ રાજેન્દ્રસિંહ ભાટી રહે.તાલેડી જિ.ચિતોડગઢ રાજસ્થાન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતાં વિદેશી દારૃની અલગ અલગ માર્કાની ર૯૩ બોટલ મળી આવી હતી. દારૃ સંદર્ભે પુછપરછ કરતાં માઉન્ટ આબુ ખાતેથી ડુંગરસિંહે ભરી આપ્યો હોવાનું અને પેટલાદ રોડ ઉપર કોન્ફરન્સથી વાત કરીને આવનાર શખ્સને દારૃ ભરેલી ગાડી આપી દેવાની હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો પોલીસે દારૃ અને કાર મળી . લાખનો મુદ્દામાલ કબ્જે કરીને બન્ને શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

 

(4:30 pm IST)