Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

વડોદરા જિલ્લામાં હડતાળના કારણોસર કર્મચારીઓ હાજર ન રહેતા પ્યુનને દવાઓ આપવાની નોબત આવી

વડોદરા: જિલ્લામાં કોરોના અને બર્ડ ફ્લૂના કહેર વચ્ચે આરોગ્ય કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ ચાલુ રહેતાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ખોરવાઇ છે.

જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આજે બુધવારે સગર્ભા અને બાળકોને વેક્સિન આપવાનો નિયત કાર્યક્રમ હતો.પરંતુ ફીમેલ હેલ્થ વર્કર અને અન્ય કર્મચારીઓ હડતાળ પર હોવાથી કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પાસે રસીનું કામ કરાવાયું હતું.

આજ રીતે ફાર્માસિસ્ટો પણ હડતાળ પર હોવાથી ડોક્ટરો અને પ્યુન મારફતે દર્દીઓને દવાઓ આપવામાં આવી હતી.

જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના આગેવાને કહ્યું હતું કે,આજે પણ સરકાર સાથેની વાટાઘાટોમાં નિવેડો આવ્યો નથી. જેથી હવે તા.૧૬મીથી દરેક જિલ્લામાંથી આરોગ્ય વિભાગની ટીમો ગાંધીનગર ખાતે તબક્કાવાર રીતે જઇ ધરણાંનો કાર્યક્રમ યોજશે.

(4:33 pm IST)