Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

વડોદરાના પાદરા તાલુકામાં ઓનલાઇન અભ્યાસ કરવા ફોન ન મળતા ધો 11ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

વડોદરા:પાદરા તાલુકામાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઓનલાઇન અભ્યાસ કરવા માટે સ્માર્ટ ફોન નહી મળતા ઝેરી દવા પી લીધા બાદ આજે સાતમા દિવસે હોસ્પિટલના બિછાને વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું.

અંગેની વિગત એવી છે કે લખડીકુઇ ગોવિંદપુરા ખાતે રહેતી પારૃલ કનુભાઇ પઢીયાર ધોરણ-૧૧ કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેના માતા-પિતા આઠ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોવાથી દાદી અને ભાઇ સાથે રહેતી હતી. તેનો ભાઇ છુટક મજૂરી કરી કુટુંબનું ગુજરાન ચલાવે છે. બંને ભાઇ-બહેન પોતાના ઘરની સામેના ઘરમાં ટીવી નિહાળવા જતા હતાં. તા.૫ના રોજ રાત્રે બંને ભાઇ-બહેન ટીવી નિહાળી પોતાના ઘેર પરત ફર્યા હતાં.

દરમિયાન મોડી રાત્રે વિદ્યાર્થિનીએ ઘરના ઓટલા પર ઝેરી દવા ગટગટાવી લેતા તેનો ભાઇ તેમજ પાડોશીઓ ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં જ્યાં આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અંગે પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થિની પાસે અભ્યાસ માટે સ્માર્ટ ફોન નહી  હોવાથી તે વ્યથિત રહેતી હતી અને તેના કારણે મનમાં લાગી આવતા ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.

 

 

(4:34 pm IST)