Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

રાજ્યમાં ઉત્તરાયણ પર્વે સાંજના 6 વાગ્યા સુધીમાં પતંગ – દોરીને લીધે 176 ઇમરજન્સી કેસ નોંધાયા

અમદાવાદમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે સાંજના 6 વાગ્યે સુધીમાં 16 દુર્ઘટનાના બનાવ બન્યા

અમદાવાદ :ઉત્તરાયણ નિમિતે પડી જવાની અને પતંગની દોરીથી માથું કે ગળું કપાઈ જવાની ઘટનાઓ બની છે રાજ્યમાં સાંજના 6 વાગ્યા સુધીમાં પતંગને લગતા 176 ઇમરજન્સી કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદ ઉત્તરાયણને લીધે દુર્ઘટનાના 16 બનવા સામે આવ્યા છે.

અમદાવાદમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે સાંજના 6 વાગ્યે સુધીમાં 16 દુર્ઘટનાના બનાવ બન્યા છે. જેમાં 13 વ્યક્તિના ગળા કપાઈ જવાના અને ત્રણ વ્યક્તિઓના પડી જવાની ઘટના બની છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્તરાયણના દિવસે સાંજના 6 વગ્યે સુધીમાં ઓછા ઇમરજન્સી કેસ નોંધાયા છે. રાજ્યમાં 14મી જાન્યુઆરીના સાંજના 6 વાગ્યા સુધીમાં ઇમરજન્સીના 2304 કેસ નોંધાઈ ચુક્યા છે.

વસ્ત્રાલ રિંગ રોડ પાસે 55 વર્ષીય કનૈયાલાલ પટેલનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં તેમને સારવાર માટે વસ્ત્રાલના સ્પનદાન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.જુહાપુરા આઇસ ફેકટરી રોડ પર પતંગની દોરી આવી જતાં પડી જવાથી 29 વર્ષીય વિશાલ ગોસાઈને સારવાર માટે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.વસ્ત્રાલ ન્યુ RTO રોડ પાસે 45 વર્ષીય ચેતન મોદીનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં તેમને સારવાર માટે વસ્ત્રાલના અવધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ચાંદખેડા વિસ્તારમાં પતંગ રોડ પર પતંગ લૂંટવાના ચક્કરમાં અકસ્માત થતાં 7 વર્ષીય સુભાષ ડામોરને 4 વહીલર સાથે અકસ્માત થતાં માથામાં ઇજા થતાં સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

ઉત્તરાયણના દિવસે થતાં અકસ્માત અને દુર્ઘટનાને પહોંચી વળવા માટે GVK – EMRI 108 દ્વારા રાજ્યમાં 622 જેટલી એમબ્યુલન્સ કાર્યરત રાખવામાં આવી છે.

(7:56 pm IST)