Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

તિલકવાડાના એક ગામની વિધવા પુત્રવધુને હેરાન કરતા સાસુ-સસરાને સમજાવી સમાધાન કરાવતી 181મહિલા હેલ્પલાઇન ટિમ,નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા પાસેના એક ગામે ૨૮ વર્ષના વિધવા બહેન રેખાબેન ( નામ બદલેલ છે.) ને તેમના સસરા અને સાસુ માનસિક ત્રાસ આપે છે.અને મારી ઘર માંથી કાઢી મુકવાની ધમકી આપે છે. તેથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરતા રાજપીપળા અભ્યમ રેસ્ક્યુ વાન તત્કાલ સ્થળ પર પહોંચી સાસુ- સસરા,અને વહુ નું કાઉન્સલીગ કરી, સમાધાન કરાવ્યું હતું.

નર્મદા તિલકવાડા પાસેના એક ગામની વિધવા બહેનનો ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવેલ કે તેમને સાસુ - સસરા માનસિક ત્રાસ આપે છે. ૨ વર્ષ થયાં તેમના પતિ મૃત્યુ પામ્યા છે. તેમના ૨ છોકરા છે.તેમના પતિએ આત્મહત્યા કરી હતી. જેથી તેમના સાસુ - સસરા મારા છોકરાને મારી નાખ્યો,આ ઘરમાંથી નીકળી જા એવું કહીને સસરા દારૂ પીને અપ શબ્દો બોલે છે. અને મારે છે. તેમના સાસુ બીજા વ્યક્તિ જોડે સબંધ રાખે છે. એવા વ્હેમો રાખી હેરાનગતિ કરી,બંને છોકરા અમને આપીને તારે જયાં જવું હોય ત્યાં જતી રહે. એમ કહીને દરરોજ ત્રાસ આપે છે. ફળિયામાં પણ બધાને કહે કે મારી વહુ વિધવા છે અને બીજા સંબંધ રાખે છે. એને અમારે નથી રાખવી એમ કહીને ઈજ્જત કાઢે છે.જેથી કંટાળી મને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે, ત્યારબાદ તેમના સાસુ - સસરા ને હેલ્પલાઇન ટીમે સમજાવ્યા બાદ હવે પછી સારી રીતે રહેશે તેમ જણાવતા બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવેલ

(11:05 pm IST)