Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

વલસાડ જિલ્લા પોલીસ વડાએ બે નંબરી ધંધા કરનારના'પેચ 'કાપ્યા :જિલ્લા પોલીસ વડાનું કડક વલણ અસામાજિક તત્વો પર ડર લાવ્યા


(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા આવ્યા બાદ બુટલેગરો તેમજ જુગારીયા તેમજ ગાંજાના માફિયાઓની કમર જિલ્લા પોલીસ વડા તોડી નાખી છે જ્યારે વલસાડ જિલ્લામાં દારૂની બેફામ વેચાણ થઈ રહ્યો હતો જ્યારે જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાની એન્ટ્રી થતાં જ બુટલેગરો હાંફી ગયા છે વલસાડ જિલ્લાની આસપાસ સેલવાસ ,દમણ, મહારાષ્ટ્રની બોર્ડર આવેલી છે જ્યાંથી દારૂની હેરફેર થતી હોઈ છે પણ જિલ્લા પોલીસ વડાનું માર્ગદર્શન આવારા તત્વોના પેચ કાપે છે તેમા શંકાને સ્થાન નથી સામાન્ય વ્યક્તિ ન્યાયની આશા મૂકી દેતો હોઈ છે પણ જિલ્લા પોલીસ વડા સામાન્ય માણસ સાથે પરીવારની જેમ ઊભા રહે છે તેને વલસાડની જનતા ભૂલી નહી શકે.

(11:12 pm IST)