Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

અમદાવાદમાં કોર્પોરેશનના ટેસ્‍ટીંગ સેન્‍ટરમાં લાઇનોઃ રસ્‍તા ઉપર કલાકો સુધી લાઇનોમાં ઉભા રહેવાથી તંદુરસ્‍ત વ્‍યકિતઓ પણ બિમાર પડી જાય છેઃ કોંગ્રેસના પ્રવક્‍તા મનીષ દોશી દ્વારા શાળાઓમાં વ્‍યવસ્‍થાની માંગણી

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. રોજના નવા કેસોની સંખ્યામાં ખુબ જ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. AMC ના ટેસ્ટિંગ સેન્ટર્સ પર લોકો લાંબી લાંબી કતારો લગાવીને ઉભા રહે છે. રસ્તા પર લગાવાયેલા ટેન્ટમાં ટેસ્ટિંગ માટે કલાકો સુધી લોકોને તાપમાં ઉભા રહેવું પડે છે. જેના કારણે જો કોઇ બિમાર ન હોય તો પણ વધારે બિમાર થઇ જાય તેવી સ્થિતિ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ બંધ પડેલી પ્રાથમિક શાળાઓમાં આ પ્રકારનાં ટેસ્ટિંગની શરૂઆત કરવા માટેની માંગ કરી છે.

શહેરમાં હાલ કોર્પોરેશન દ્વારા રોડ પર મંડપ બાંધીને રેપિડ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ટેસ્ટિંગ માટે આવતા લોકોને તો સમસ્યાનો સામનો કરવો જ પડી રહ્યો છે. સાથે સાથે ટેસ્ટિંગ સ્ટાફને પણ ગરમીમાં શેકાવું પડે છે. ટેસ્ટિંગ સ્ટાફ પણ આ ગરમીમાં ખુલા તડકામાં માત્ર અને માત્ર એક કપડાના ટેન્ટમાં બેસિને ટેસ્ટિંગ કરે છે. સરકારની કામગીરીની આ પ્રક્રિયા અંગે મનિષ દોશીએ સરકારની કામગીરી અંગે કેટલા આક્ષેપો કર્યા છે. નાગરિકો માટે વ્યવસ્થિત સુવિધા ઉબી કરવા માટેની માંગ કરી હતી.

બીજી તરફ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો કે, ટેસ્ટિંગ માટે લોકો સવારે 8 વાગ્યાથી આવી જાય છે. જ્યારે ડોક્ટરો 11 વાગ્યા પછી આરામથી આવે છે. ટેસ્ટિંગ માટેની લાંબી લાંબી લાઇનો હોય છે. પણ મોનિટરિંગ માટેની કોઇ જ વ્યવસ્થા નથી. ટેસ્ટ કરાવનારાઓને બેથી ત્રણ કલાક પછી નંબર આવે છે. તેવામાં જો ટેસ્ટ કરાવવા માટે કોઇ સ્વસ્થય વ્યક્તિ આવે તો પણ તે ગરમીમાં બે ત્રણ કલાક ઉભો રહીને બિમાર પડી જાય તેવી સ્થિતી છે. હાલ શાળાઓ બંધ છે તેવામાં આ શાળાઓનો ટેસ્ટિંગ માટે ઉપયોગ કરી શકાય તેવું સુચન કરવામાં આવ્યું છે.

(4:17 pm IST)