Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

વડોદરામાં વારસિયા પોલીસે યુવતીને પરેશાન કરનાર રોમિયોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરમાં પ્રજાને મદદરૂપ થવા માટે પોલીસ કમિશનર દ્વારા દરેક પોલીસ સ્ટેશન ખાતે She ટીમ બનાવવામાં આવી છે જેના દ્વારા સીનીયર સીટીઝન મહિલાઓ યુવતીઓ અનેમદદરૂપ થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે વારસિયા પોલીસ She ટીમ દ્વારા યુવતીને હેરાન કરનાર રોમિયોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વારસીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર કે.એન. લાઠીયાના માર્ગદર્શન હેઠળ She ટીમ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મહીલા વિરુધ્ધી ગુનાઓ અટૅકાવવા તથા સીનીયરસીટીઝન નાઓની મદદ કરવાના હેતુ તથા સમય સર મદદ પહોચી રહે તે માટે કાર્યરત છે.ગઈકાલે She ટીમના કર્મચારી પોલીસ સ્ટેશન ફરજ ઉપર હાજર હતા તેવામાં એક યુવતી રૂબરુમાં વારસીયા પોલીસ સ્ટેશન આવી She ટીમને મળી જણાવ્યુ કે મને સોનુ પઠાણ નામનોયુવક, ઘરેથી નીકળતી વખતે અવાર-નવાર મારો પીછો કરી મને હેરાન કરે છે તેમજ મને પ્રેમ સંબંધ રાખવા અને પોતાની સાથે ફોન ઉપર વાતો કરવા દબાણ કરે છે. સામે યુવતી વિરોધ કરતા જાહેરમાં છેડતી કરી હુમલો કર્યો છે. જે બાબતની રજુઆત કરતા ભોગ બનનાર બહેનની ફરીયાદ વારસીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી આરોપી સોનુપઠાણ (રહે. ઇન્દીરાનગર પફની બેકરી પાસે કારેલીબાગ વડોદરા)ને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(6:32 pm IST)