Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામની યુવતીને વિશ્વાસમાં લઇ લગ્નની લાલચ આપી યુવકે અન્ય યુવકની મદદથી દુષ્કર્મ આચરી બદનામ કરવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

પ્રાંતિજ:તાલુકાના પલ્લાચર ગામની ૨૨ વર્ષિય યુવતીને છેલ્લા ત્રણ વર્ષથી અવાર નવાર પીછો કરી અને તેને લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઈ  પ્રાંતિજ તાલુકાના કમાલપુર ગામના રાજન ભીખાભાઈ પટેલે યુવતીને  તેની મરજી વિરૂદ્ધ  બે વાર બળાત્કાર કરી યુવતીના નગ્ન ફોટા તથા વિડીયો ઉતાર્યો હતો તથા વીડિયો કલીપ અને નગ્ન ફોટા પોગલુ ગામના પોતાના મિત્ર કુંજન ભરતભાઈ પટેલને આપતાં કુંજને યુવતીનો વિડિયો કલીપ વાઈરલ કરવાની  તથા સગાઈ તોડી નાખવાની ધમકીઓ આપી યુવતીનું બળજબરીપૂર્વક ગાડીમાં અપહરણ કરી  ઈડર રોડ પર આવેલા કોઈ અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની સાથે ઝપાઝપી કરી સ્ટીલની પાણીની બોટલ યુવતીના માથામાં મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને યુવતીની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો . આમ બંન્ને ઈસમોએ એકબીજાની મદદગારી કરી ગુનો આચર્યો હતો.

  અંગે પલ્લાચર ગામની યુવતીએ બંન્ને ઈસમો વિરૂદ્ધ સોમવારે સાંજે પ્રાંતિજ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે બંન્ને યુવકોમાં () રાજન ભીખાભાઈ પટેલ રહે. કમાલપુરતા.પ્રાંતિજ () કુંજન ભરતભાઈ પટેલ રહે.પોગલુ,તા.પ્રાંતિજપ્રાંતિજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:39 pm IST)