Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

અરવલ્લી જિલ્લામાં રોયલ્ટી પાસ વગર ફરતા ત્રણ વાહનો જપ્ત કરી ખાણ ખનીજ વિભાગે 5.35 લાખનો દંડ ફટકાર્યો

અરવલ્લી: જિલ્લામાં ઓવરલોડ ભરી અને રોયલ્ટી પાસ વગર ફરતાં ત્રણ વાહનો ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યા હતા.રૂપિયા .૩૫ લાખનો દંડ ફટકારાયો હતો.આમ જિલ્લાના જુદીજુદી જગ્યાએથી ત્રણ વાહનો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લી જિલ્લામાં રોયલ્ટી પાસ વગર ફરતા વાહનો પકડવા માટે ખાણ ખનીજ વિભાગે ઝુંબેશ હાથ ધરી હતી.તે દરમ્યાન અરવલ્લી જિલ્લામાં જુદીજુદી જગ્યાએથી ત્રણ વાહનોને ઝડપી લેવાયા હતા.જેમાં ઓવરલોડ ભરી ફરતા ટ્રકને રૂપિયા ૧,૪૫,૦૦૦ નો દંડ કરાયો હતો.

જયારે રોયલ્ટી પાસ વગર ફરતા બે ટ્રક માલીકોને ૨,૫૦,૦૦૦/- અને ૧,૪૦,૦૦૦/- નો દંડ ફટકારાયો હતો.આમ અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ ભરી અને રોયલ્ટી પાસ વગર ફરતાં ત્રણ વાહનો જપ્ત કરી કુલ રૂપિયા ૫,૩૫,૦૦૦/- નો દંડ ફટકારતા ઓવરલોડ ભરી ફરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

(6:39 pm IST)