Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ગુજરાત રાજ્યમા છેલ્લા ૧૩ દિવસમા ૪ લાખ રેમડેસિવીરનું વિતરણ : અમદાવાદ મ.ન.પા દ્વારા અર્ધા કિલ્લોમિટરે મેડિકલ વાન : ૫૫૦ સ્થળ પર ઓપીડી

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવે છે.કોરોના વાયરસ સામેની લડતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારાઅમદાવાદ શહેરમાં 11 સરકારી હોસ્પિટલો, 151 ખાનગી હોસ્પિટલો, 103 નસિંગ હોમ્સ અને 21 કોવિડ કેર સેન્ટરોમાં મળીને કુલ 13,142 બેડ કોવિડ પોઝિટિવ દર્દીઓની સારવાર માટે નિયુક્ત કરવામાં આવેલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1820 - સંજીવની હોમ કેર વાન અને 190 - 104 ક્વિક રિસ્પોન્સ મેડિકલ ટીમો અનુક્રમે હોમ આઇસોલેટેડ કોવિડ દર્દીઓ અને શંકાસ્પદ કોવિડ દર્દીઓની સાર-સંભાળ રાખવા માટે ચલાવવામાં આવી રહેલ છે. અમમ્યુ.કો. દ્વારા કુલ 550 થી વધુ સ્થળોએ ઓપીડો સેવાઓ પ્રદાન કરવા માટે 145 ધનવંતરી મોબાઇલ મેડિકલ વાન પણ ચલાવવામાં આવી રહેલ છે. સંજીવની હોમ કેર વાન, 104-સેવા અને ધન્વંતરી રથ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદ શહેરમાં દર 0.2 ચોરસ કિ.મી. પર 1 મેડિકલ વાનની ઉપલબ્ધતા છે.

કોવિડ દર્દીઓની સારવાર માટે જરૃરી એવા એન્ટી વાયરલ રેમડેસિવીર ઈન્જેક્શન1 લી એપ્રિલથી 13 મી એપ્રિલ સુધીમાં ગુજરાત રાજ્યમાં 4 લાખથી વધુ ઈન્જેક્શન વિતરણ કરવામાં આવ્યા છે.  તેમજ 1 લી એપ્રિલથી 13 મી એપ્રિલ, 2021 સુધી, કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને રેમડેસિવીર ઈન્જેક્શનના 24,962 ડોઝ આપવામાં આવ્યા છે.એસવીપી હોસ્પિટલ, એલિસબ્રીજના ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર પરથી રેમડેસિવીરઇન્જેક્શન મેળવવા માટે ખાનગી હોસ્પિટલોને દર્દીઓની વિગતો સાથે પ્રતિનિધીનેમોકલીને ઈન્જેક્શન મેળવી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. જે હેતુથી ખાનગીહોસ્પિટલોના ઉપયોગ માટે દૈનિક ધોરણે 10,000 જેટલા ઇન્જેક્શન નિર્ધારીત કરીરાખવામાં આવેલ છે.

(6:53 pm IST)