Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

સમસ્યા નો અંત આવશો:વલસાડમાં ટ્રાફિક નિયમના અમલીકરણ માટે પોલીસ ત્રીજું નેત્ર ખોલશે

જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાએ 'અકિલા' સાથેની વાતચિતમાં જણાવ્યું કે, ટ્રાફિક અને ખાસ કરીને જ્યાં ત્યાં પાર્કિંગ કરી ટ્રાફિકને અડચણ રૂપ થનારા વાહનો સામે પોલીસ હવે કડક હાથે કામ લેશે.

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના શહેરી વિસ્તાર વલસાડ અને વાપીમાં ટ્રાફિકની સમસ્યા વક્ર બની છે. આ બંને શહેરી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરી શહેરીજનોની સુગમતા માટે જિલ્લા ભરની પોલીસ કામે લાગી છે.જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલા દ્વારા જિલ્લામાં ટ્રાફિકના નિવારણ માટે કડક હાથે કામ લેવા શહેરી વિસ્તારના પોલીસ મથકોને સૂચના આપી છે. શહેરમાં જ્યાં ત્યાં પાર્કિંગ કરનારા સામે, આડેધડ વાહન ચલાવનાર સામે, વનવેના અમલિકરણ માટે પોલીસ હવે કકડ હાથે કામ લેશે. હાઇવે પર પોલીસ કારના સિટ બેલ્ટ અને હેલમેટનું સમયાંતરે ચેકિંગ હાથ ધરશે.જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાએ અકિલા સાથેની વાતચિતમાં જણાવ્યું કે, ટ્રાફિક અને ખાસ કરીને જ્યાં ત્યાં પાર્કિંગ કરી ટ્રાફિકને અડચણ રૂપ થનારા વાહનો સામે પોલીસ હવે કડક હાથે કામ લેશે. શહેરના લોકોની સુખાકારી માટે ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ જરૂરી બન્યું છે

(10:34 am IST)