Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

કોરોના મહામારી સંદર્ભે ઘર્ષણ રોકવા મહત્વનો નિર્ણય

અમદાવાદ મહાનગરપાલિકાના સિક્યોરિટી સુપ્રિ.પદે ડીવાયએસપી આર.એ.ડોડિયાને જવાબદારી સુપ્રત

રાજકોટ રેન્જ સાયબર સેલના પીઆઇને ૨૦૧૮ની પાછલી અસરથી બઢતી, ડીઆઇજી સંદીપસિહ દ્વારા જાતે સ્ટાર લગાડી બહુમાન

રાજકોટ તા.૧૪,  પોલીસ તંત્રમાં એલસીબી અને સાયબર ક્રાઈમ સહિત ફિલ્ડમા યશસ્વી ફરજ બજાવનાર પોલીસ ઇન્સ્પેકટર શ્રી.   આર.એ. ડોડિયાને ડીમ ડેટથી અર્થાત પાછલી અસર ૨૦૧૮ થી ડીવાયએસપી દરજ્જે બઢતી મળવા સાથે પ્રવર્તમાન કોરોના મહામારીમાં અમદાવાદ મહા નગર પાલિકા સ્ટાફને ફરજ બજવતા સમયે સર્જાતી મુશ્કેલી ધ્યાને લઈ અમદાવાદ મહા નગરપાલિકામાં સિક્યોરિટી સુપ્રિ.તરીકે  પોસ્ટીગ મળતા તેવો દ્વારા પોતાનો ચાર્જ સંભાળી લીધો છે.

 રાજકોટ રેન્જ વડા સંદીપ સિહ દ્વારા પોતાના સાયબર સેલના કાર્યદક્ષ પીઆઇને બઢતી મળતા તેમને અભિનંદન આપી તેમના સોલ્ડર પર જાતે જ સ્ટાર લગાડી આપ્યા હતા.બઢતી બદલ અભિનંદન ઠેર ઠેરથી મળી રહ્યા છે

(1:00 pm IST)