Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ગુજરાતના પોલીસ દળમાં આજથી ૮૫૦૦ લોક રક્ષકોની ફોજ મેદાને જંગમાં ઉતરશે...

કોરોના સંક્રમિત પોલીસ ફોજના વિકલ્પે, કાયદો વ્યવસ્થાને ઉની આંચ ન આવે તેવો વિકલ્પ મળી ગયો : ૮ માસની તાલીમ સાથે ૨ માસની પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી છે, દીક્ષાંત સમારોહ રદ, જે તે જિલ્લામા શપથઃ ગુજરાત પોલીસ ફોજના દ્રોણાચાર્ય જેવા ડીજી તાલીમ વિકાસ સહાય સાથે 'અકિલા' ની વાતચીત : તાલીમ ઉપરાંત ૨ માસની પ્રેકટીકલ તાલીમ બાદ જવાનો તૈયાર કરી જે તે જિલ્લામાં ફાળવી દેવાયા છે,બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતમાં નવા લોક રક્ષકો ને કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતી મજબૂત બનશે.

રાજકોટ તા.૧૪, કોરોના મહામારી સમયે તમામ અવરોધો વચ્ચે દશ માસની ૪૦ વિવિધ કેન્દ્રમાં તાલીમ મેળવનારા ૮૫૦૦ લોક રક્ષકો ગુજરાતને આજે મળતા પોલીસ તંત્રમાં મહત્વની ફરજ બજાવતા સ્ટાફમાં વધારો થવાથી બંદોબસ્ત વ્યવસ્થા ખૂબ સઘન બનશે,અને કોરોના મહામારીનો ભોગ બનનાર અન્ય સ્ટાફની અવેજીમાં આ લોકરક્ષકો ખૂબ મહત્વના બની રહેશે તેમ ગુજરાત પોલીસ તંત્રના દ્રોણાચાર્ય જેવા ડીજીપી લેવલના તાલીમ વડા વિકાસ સહાય દ્વારા 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ.                      

 તેઓએ વિશેષમાં જણાવેલ કે, સામાન્ય સંજોગોમાં તાલીમ પૂર્ણ થયે દિક્ષાંત સમારોહ યોજાતો હોય છે, પરંતુ કોરોના મહામારી ધ્યાને લઈ આવો સમારોહ રદ કરવામાં આવ્યો છે, લોક રક્ષકો પોતાને જે જિલ્લા ફાળવાયા છે તે જિલ્લામાં શપથ લેશે. તેવોએ વિશેષમાં જણાવેલ કે,

ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલો (એલઆરડી)ની ઘટ પૂરી કરવા માટે ૧૧૦૦૦ એલઆરડીની ભરતી પ્રક્રિયા વર્ષ ૨૦૧૯-૨૦માં કરવામાં આવી હતી. પ્રથમ તબકકામાં ૨૫૦૦ કોન્સ્ટેબલો પોલીસ દળમાં સામેલ થઈ ચૂકચાં છે. હવે, બીજા તબક્કામાં ૧૦ મહિનાની તાલીમ પછી ૮૫૦૦ એલઆરડી કોન્સ્ટેબલ આજે શુકવારે ગુજરાત પોલીસ દળમાં જોડાશે. કોરોના વચ્ચે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલોની સૌથી મોટી બેચ તૈયાર કરવામાં આવી છે.

 ગુજરાત પોલીસના ડીજીપી (તાલીમ) વિકાસ સહાયે જાણાવ્યુ કે, કોરોનાના કારણે તાલીમાર્થીઓને રાજ્યના ૪૦ જિલ્લા ડીસ્ટ્રીકટ ટ્રેનિંગ સેન્ટર્સમાં તાલીમ આપવામાં આવી હતી.

(1:02 pm IST)