Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

વિરમગામ નજીક ગ્રામ્ય પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન દારૂનું વેચાણ કરનાર શખ્સને રંગે હાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી

વિરમગામ : વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકના કોન્સ્ટેબલ ઓગણ ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા હતા તે દરમ્યાન થુલેટા ગામના તળાવની પાસે આવેલ પાણીની ટાંકી પાસે એક શખ્સ નંબર વગરનું મોટર સાયકલ લઈને ઉભો છે અને થેલામાં દેશી દારૂ રાખી થેલીઓનું વેચાણ કરે છે એવી બાતમીના આધારે રેઇડ કરતા દેશી દારૂ મોટર સાયકલ સાથે કુલ મુદ્દામાલ રૂા. ૧૦,૧૦૦ના મુદ્દામાલ સાથે આરોપી દલસુખ પગી (રહે. ઘોડા) પકડાઈ ગયેલ આરોપી વિરૂદ્ધ વિરમગામ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવી રહેલ છે.

(4:40 pm IST)