Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

વડોદરા સહીત આણંદમાં લૂંટફાટ કરતા સુરતના ગઠિયાને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

વડોદરાઃ વડોદરા અને આણંદમાં રોકડ રકમ અને અછોડાની લૂંટ ચલાવવા આવતી 

સુરતની ગેંગનો જે પી રોડ પોલીસે પર્દાફાશ કરી પાંચ સાગરીતોને ઝડપી પાડતાં વડોદરા અને આણંદના આઠ ગુનાના ભેદ ખૂલ્યા છે. અકોટા વિસ્તારમાં ગઇ તા.૨૨મી એપ્રિલે મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાનો બે તોલાનો અછોડો તોડી ત્રણ લૂંટારા બાઇક પર ફરાર થઇ જતાં જે પી રોડ પોલીસના પીએસઆઇ એસ એસ જસાણી અને તેમની ટીમે સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ કરી હતીઅછોડાતોડોએ ઉપયોગમાં લીધેલી બાઇક સુરતની હોવાની વિગતો ખૂલતાં પોલીસે ગેરેજ ધરાવતા હરેન્દ્ર ઉર્ફે છોટુ કાંધીલાલ શ્રીનિવાસ (વસંતભીખાની વાડી, લંબે હનુમાન રોડ, સુરત)ને ઝડપી પાડયો હતો.તેણે બાઇક કુંજલ ઉર્ફે ગોપાલને આપી હોવાથી પોલીસે કુંજલ જનકભાઇ પટેલ (નવકાર ચેમ્બર, વરાછારોડ) તેમજ તેની સાથે બાઇક પર અછોડો તોડવા આવેલા મનોહરસિંગ ઉર્ફે મન્નુ નારાયણસિંગ રાજપુરોહિત(શ્રીજી એપાર્ટમેન્ટ,વરાછારોડ) ને ઝડપી પાડયો હતો.જ્યારે અછોડા તોડવા સાથે જતો ત્રીજો સાગરીત હર્ષિત અમીન ફરાર થઇ ગયો છે.

(4:43 pm IST)