Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

સુરતના મોટા વરાછામાં કેનેડાના વર્ક પરમીટ આપવાના બહાને 6.40 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર બે ભેજાબાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરના મોટા વરાછાના બાંધકામ કોન્ટ્રાક્ટરને કેનેડાના વર્ક પરમીટ અપાવવાના બહાને રૂ. 6.40 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર બે ભેજાબાજ વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

મોટા વરાછાની રીવરવ્યુ હાઇટ્સમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર અલ્પેશ કરમશી ગોયાણી (ઉ.વ. 40 મૂળ રહે. માનગઢ, ગારીયાધાર, જિ. ભાવનગર) કેનેડાના વર્ક પરમીટ મેળવવા મિત્ર કિશન પેથાણી હસ્તક રશીયા ખાતે રહેતા રવિ પ્રવિણ પીપળીયા (રહે. 80, ગંગોત્રી સોસાયટી, ચીકુવાડી, વરાછા) નો સંર્પક કર્યો હતો. રવિએ વ્હોટ્સઅપ કોલ પર અલ્પેશ સાથે વાત કરી એડવાન્સ પેટે રૂ. 1.20 અને કંપનીમાં ડિપોઝીટ ભરવાના બહાને મિત્ર પાર્થ કિશોર અણધણ (રહે. 214, મહાવીરધામ વિભાગ-2, અમરોલી) ના એકાઉન્ટમાં અલ્પેશ પાસે રૂ. 3.50 લાખ ભરાવ્યા હતા. 

ત્યાર બાદ પરિવારના તમામ સભ્યોને પણ કેનેડાના વિઝાની લાલચ આપી વધુ રૂ. 1.50 લાખ અને ફેબ્રુઆરી 2020માં મેડીકલ લેટર આવી ગયો છે અને અમદાવાદ ખાતે તમારે મેડીકલ ટેસ્ટના બહાને રૂ. 30 હજાર પડાવી લીધા હતા. પરંતુ ત્યાર બાદ અચાનક પાર્થએ મોબાઇલ બંધ કરી દીધો હતો અને રવિએ નંબર બ્લોક કરી દેતા અલ્પેશે અરજી કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(4:44 pm IST)