Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

માણસા તાલુકાના એક ગામે સગીરા સાથે મિત્રતા બાંધી અપહરણ કરનાર બે યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

માણસા: તાલુકાના એક ગામમાં રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો ૧૭ વર્ષીય સગીર બે દિવસ અગાઉ તેના મિત્ર સાથે ખરીદી માટે નીકળ્યો હતો અને બપોરના સમયે ઘરે પાછા જતી વખતે બાઈક પર આવેલા બે યુવકોએ સગીરને વાત કરવા માટે રોક્યો હતો. જેમાંથી એક યુવક સગીરના ગામનો હતો અને બીજો તેનો મિત્ર હતો. બંને અગત્યનું કામ હોવાનું જણાવી સ્ટીલ ની ગન જેવી વસ્તુ બતાવી સગીર યુવકને બાઈક પર બેસાડી અલુવા ગામ ની નદીની કોતરોમાં લઈ ગયા હતા અને ત્યાં જઈ તેનો મોબાઈલ ઝૂંટવી તેના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તમારી પુત્રી અને પૈસા આપી જજો નહિ તો તમારા દીકરાને અમે જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.  બીજી બાજુ અપહરણ કરનારા બંને યુવકોએ પોલીસના ડરથી સગીરને ચિલોડા ચાર રસ્તા પાસે ઉતારી ભાડાના સો રૃપિયા આપી ભાગી છૂટયા હતા. ત્યારબાદ યુવકે તેના પિતાને ફોન કરીને પોતાનો છુટકારો થયો હોવાની જાણ કર્યા બાદ ઘરે પરત આવી ગયો હતો અને ઘટનાની સમગ્ર હકીકત માણસા પોલીસને જણાવી અપહરણ કરનાર બન્ને યુવકો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:47 pm IST)