Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

વડિયા જકાતનાકા પાસે તાડ ફળીના પથારા પર વધુ ગ્રાહકો ભેગા કરનાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા )રાજપીપળા : રાજપીપળા પીએસઆઇ આઈ આર દેસાઈએ ગુરૂવારે બપોરે ચેકિંગ દરમ્યાન જાહેરનામાનો ભંગ કરનાર શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો.
  પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા પોલીસે વડિયા જકાતનાકા પાસેથી રાજુભાઇ જયંતીભાઇ વસાવા (રહે. રાણીપુરા તા.નાંદોદ ) એ પોતાના તાડ ફળીના પથારા ઉપર સાત જેટલા માણસો ભેગા કરી જાહેરનામા નો ભંગ કરતા તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી.

(10:17 pm IST)