Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી બસના ડ્રાઈવરે ફોન પર વાત કરતા બસ હંકારતા બાઇક સવાર દંપતીને ટક્કર મારી પછાડતા ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  સ્ટેચ્યુ ઓફ યુનિટીના બસ ડ્રાઈવરે ફોન પર વાત કરતા બસ હંકારતા એક બાઈક બાઇક સવાર દંપતી ટક્કર મારતા તેઓ રોડ ઉપર ફંગોળાઈ જતા ઇજાઓ થઈ હોય પોલીસે બસ ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ની બસ નંબર જીજે.૨૨.યુ.૨૭૦૫ ના ચાલકે પોતાના કબજાની બસમાં મોબાઈલ પર વાત કરતા કરતા બસ ગફલતભરી રીતે હંકારી લાવી ચંપકભાઈ કોયજીભાઈ તડવી (રહે.નવાગામ તાલુકો ગરૂડેશ્વર )ની મોટરસાયકલ નંબર જીજે .૨૨.જે.૩૬૭૯ ને પાછળથી ટક્કર મારી મોટરસાયકલ સહિત તેમના પત્ની કપિલાબેનને રોડ ઉપર ઘસડી ફંગોળી દઈ દંપતીને ઇજા કરતા ચંપકભાઈની ફરીયાદ બાદ કેવડીયા ટ્રાફિક પોલીસે બસ ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:28 pm IST)