Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સરકારનાં કાયદાનું ઉલ્લંઘન: નિવૃત્ત કર્મચારીઓ બીજાના નામે નોકરી કરતા હોવાનું ખુદ CDMO એ કબૂલ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં જાણે કાયદાની એસિતેસી થતી હોય એમ જણાઈ રહ્યું છે જેમાં સરકાર નિગમનું પાલન ન કરી કાયદાની ઉપરવટ જનાર જવાબદાર સામે પગલાં લેવાઇ તો જ કાયદાનું યોગ્ય પાલન થશે

મળતી માહિતી મુજબ સરકારે થોડાક મહિનાઓ પહેલાં એક કાયદો લાગુ કર્યો જેમાં કોઈપણ સરકારી કર્મચારી નિવૃત્ત થાય તો તેને ફરજ પર નહિ લઇ અન્ય યુવા કર્મચારીઓને લાભ આપવો પરંતુ આ કાયદા ની પરવાહ કર્યા વિના રાજપીપળા સિવિલમાં ચારેક નિવૃત્ત કર્મચારી ને કાયદાની આંટીઘૂંટી માં ન ફસાઈ તે માટે અન્યના નામે કોન્ટ્રાક્ટ પર નોકરીમાં લેવાયાં છે અને આ બાબત ખુદ સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તા એ અમારા પ્રતિનિધિ સાથે ટેલીફોનીક વાત માં કબૂલી છે તેનો મતલબ સિવિલ સર્જન આ બાબતે વાકેફ છે છતાં કાયદાનું પાલન કેમ કરાયું નથી..? તેવા સવાલો આ મુદ્દે ઉઠ્યા છે ત્યારે અન્ય ના નામે ફરજ બજાવતા આ નિવૃત્ત કર્મચારીઓ કોણ છે અને કોની મહેરબાની હેઠળ તેઓ ફરજ બજાવે છે તે તપાસનો વિષય છે.

(10:25 pm IST)