Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ગુજરાત ગેસે CNG માંરૃ.૨.૬૦નોઃ PNGમાં રૃ.૩.૯૧નો વધારો ઝીંકયો

કાળઝાળ ગરમીમાં પિસાતા વાહનચાલકો અને ગૃહિણીઓ પર વધુ એક બોજઃ અદાણી અને ગુજરાત ગેસના ભાવ એકસમાનઃ ગ્રાહકોને મળતો નાનો લાભ પણ છીનવાયો : વાહનચાલકો પર વધુ એક બોજ

અમદાવાદ, તા.૧૪: કાળઝાળ ગરમીની સાથે સાથે કાળઝાળ મોંઘવારીમાં પીસાતા શહેરીજનો માથે વધુ એક વધારાનો બોજો આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા ૧૦મી મેથી અમલમાં આવે તે રીતે સીએનજીમાં પ્રતિ કિલો રૃ.૨.૬૦ અને પીએનજીમાં રૃ.૩.૯૧નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારાના કારણે હવે ગુજરાત ગેસ અને અદાણી ગેસના ભાવ સીએનજી પુરતા સરખા થઈ ગયા છે.
ગુજરાત ગેસ દ્વારા દ્વારા તા.૧૦-૫થી અમલમાં આવે તે રીતે સીએનજીના ભાવમાં રૃ.૨.૬૦નો વધારો કરવામાં આવ્યો છે. જૂના ભાવ રૃ.૭૯.૫૬ હતા તે હવે વધીને રૃ.૮૨.૧૬ થયા છે. જયારે પીએનજીમાં રૃ.૩.૯૧નો વધારો કરવામાં આવ્યો છે. જૂના ભાવ રૃ.૪૪.૧૪ એસસીએમ હતા તે હવે વધીને રૃ.૪૮.૦૫૦ થયા છે. જયારે એમએમબીટીયુનો ભાવ રૃ.૧,૪૧૭.૧૫૫ થયો છે.
અદાણી ગેસનો સીએનજીનો ભાવ હાલમાં રૃ.૮૨.૫૯ છે. આજ સુધી અદાણી ગેસના ઉંચા ભાવના કારણે સીએનજી વાહનચાલકો ગુજરાત ગેસનો સસ્તો સીએનજી પુરાવવાનું પસંદ કરતા હતા. પરંતુ હવે બંને કંપનીના ભાવ એકસરખા થઈ જતા વાહનચાલકોને કોઈ લાભ મળશે નહીં

 

(11:29 am IST)