Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

પોલીસ ભરતીઃ મહિલા ઉમેદવાર મેડિકલ ટેસ્‍ટમાં પુરૂષ નીકળી

મેડિકલ ટેસ્‍ટ કરવામાં આવ્‍યો ત્‍યારે સોનોગ્રાફી કરી રહેલા ડોક્‍ટર પણ ચોંકી ગયાઃ તેના પેટમાં ગર્ભાશય અને અંડાશય ના દેખાતા જાતિ નક્કી કરવા માટે વધુ એક રિપોર્ટ કરવામાં આવ્‍યો જેમાં તે પુરુષ હોવાનું સાબિત થતાં નિમણૂંક ના મળી : હાઈકોર્ટમાં પહોંચ્‍યો આખોય મામલોઃ જન્‍મી ત્‍યારથી સ્ત્રી તરીકે જીવનારી યુવતીને તે પુરુષ છે તેવું કહેવામાં આવતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ

અમદાવાદ, તા.૧૪: સમગ્ર ગુજરાતમાં વ્‍યસન મુક્‍તિ ઝુંબેશ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હોવા છતાં પંદર વર્ષથી વધુ વય ધરાવતા હોય તેવા વ્‍યક્‍તિઓમાં તમાકુના વ્‍યસનનું પ્રમાણ ચોંકાવનારૂ હોવાનું નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વેમાં જણાયું છે. નેશનલ હેલ્‍થ ફેમિલી હેલ્‍થ સર્વે (૫૧૧૧૫) મુજબ રાજયના શહેરી વિસ્‍તારમાં પુરુષોમાં આ પ્રમાણ ૩૩.૬ ટકા અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૪૬.૭ ટકા જેટલું પ્રમાણ છે. તો મહિલાઓ પણ તમાકુના વ્‍યસનનું પ્રમાણ નોંધપાત્ર છે. મહિલાઓમાં આ પ્રમાણ શહેરી વિસ્‍તારમાં ૫.૪ ટકા અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૧૧.૦ ટકા છે. શહેરી અને ગ્રામ્‍ય એમ બન્ને વિસ્‍તારમાં તમાકુ-સિગારેટનું વ્‍યસન મોટા પ્રમાણમાં હોવાથી તમાકુને કારણે થતા કેન્‍સરના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં નોંધાઇ રહ્યા છે. ગુજરાત કેન્‍સર રિસર્ચ ઈન્‍સ્‍ટીટ્‍યૂટ ખાતે કેન્‍સરના દર્દીઓમાં તમાકુ સંબંધિત કેન્‍સરનું સરેરાશ પ્રમાણ ૪૪.૯૯ ટકા છે. નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે ૨૦૧૯-૨૦ મુજબ ગુજરાતમાં તમાકુ અને તેની બનાવટની વસ્‍તુ ખાવાનું પ્રમાણ ખૂબ મોટુ છે. શહેરી વિસ્‍તારમાં એર્કદરે જાગૃતિનું પ્રમાણ વધુ હોવાનું કહેવાતા છતાં ૩૩.૬ ટકા જેટલા પુરુષ કોઇપણ રીતે તમાકું ખાતા હોય છે કે સિગારેટ પીતા હોય છે. તો ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ આ પ્રમાણ ૪૬.૭ ટકા જેટલું મોટું હોવાથી આવકનો એક હિસ્‍સો પણ આ વ્‍યસન પાછળ ખર્ચાઇ રહ્યો છે. સ્ત્રીઓમાં સરેરાશ ૮.૭ ટકા અને પુરુષોમાં ૪૧.૧ ટકા જેટલા તમાકુ- સિગારેટના વ્‍યસની છે.
 સિવિલની કેન્‍સર હોસ્‍પિટલના ડો.આનંદ શાહના કહેવા મુજબ કેન્‍સરે રીલેટેડ ટોબેકોના કારણે હોઠ, જીભ, મ્‍હોં,ફેફસા, મૂત્રાશયના કેન્‍સર સહિતના વિવિધ કેન્‍સરને ગણવામાં આવે છે.જેનું ગુજરાત કેન્‍સર રિસર્ચ ઇન્‍સ્‍ટીટ્‍યૂટ (જીસીઆરઆઈ) ખાતે પુરુષોમાં સરેરાશ ૯૦.૧૫ ટકા અને મહિલાઓમાં ૨૦.૯૪ ટકા જેટલું પ્રમાણ નોંધાયું છે. જેમાં જીભ અને મ્‍હોમાં વિવિધ પાર્ટમાં થતા કેન્‍સરની ટકાવારી સૌથી વધુ છે. કેન્‍સર હોસ્‍પિટલમાં ગુજરાત અને રાજય બહારના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે. તો અમદાવાદમાં ટોબેકો રિલેટેડ કેન્‍સરમાં પુરુષોમાં ૫૬.૧૦ અને મહિલાઓમાં ૧૮.૫૯ ટકા પ્રમાણ છે. જીસીઆરઆઇમાં સ્ત્રી અને પુરુષમાં સરેરાશ નોંધાતા તમાકુ સંબંધિત કેન્‍સરનું પ્રમાણ ૪૪.૯૯ ટકા જેટલું થવા જાય છે.
ડો. શાહે ગુજરાત અને અન્‍ય રાજયમાં થતા કેન્‍સરના તફાવત વિશે મહત્‍વની વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં જે તમાકુ સંબંધિત કેન્‍સર થતા હોય છે તેમાં ખાવાની તમાકુ ચ્‍યિઇંગ ટોબેકો)ના કારણે હોય છે, જયારે અન્‍ય રાજયમાં તમાકુ સંબંધિત કેન્‍સર સિગારેટ-બીડી એટલે કે સ્‍મોર્કિંગના કારણે વધુ જોવા મળે છે. ગુજરાતમાં તમાકુ ખાવાનું પ્રમાણ અન્‍ય રાજયની સરખામણીમાં ખૂબ મોટું છે.

 

(4:39 pm IST)