Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

સુરત:આઠેક વર્ષ અગાઉ ઓઇલ ખરીદી પેમેન્ટના 7 લાખના રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરવામાં આવી

સુરત:આઠેક વર્ષ પહેલાં ઓઇલ ખરીદીના પેમેન્ટના રૃા.7 લાખના ચેક રીટર્ન કેસમાં  આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કીર્તિકુમાર મનોજકુમાર ગોહેલે એક વર્ષની કેદ, નકારાયેલા ચેકની રકમ 30 દિવસમાં ચૂકવવા હુકમ કર્યો હતો. ઈન્દરપુરા રેશમવાડ ખાતે શીવ ઓટો ટ્રેડર્સના નામે ઓઈલનો ધંધો કરતા ફરિયાદી ભરત કુમાર કાંતિલાલ કણવાલાએ ઓગષ્ટ-2014માં અમર ટ્રેડર્સના આરોપી ઓથોરાઈઝ્ડ સિગ્નેચરી મોહમદ અલી હાજી ગુલામ હુશેનને  કુલ રૃ.7.02 લાખની કિંમતનો ઉધાર  ઓઈલનો જથ્થો વેચાણ આપ્યો હતો.જેના પેમેન્ટ પેટે આરોપીએ જુન-2016માં આપેલા રૃ. 7 લાખના ચેક રીટર્ન થતા કોર્ટ ફરિયાદ નોંધાવાઇ હતી. કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને એક સજા અને નકારાયેલા ચેકની રકમ 30 દિવસમાં ન ચૂકવે તો વધુ બે માસની કેદ ભોગવવા નિર્દેશ આપ્યો હતો.

(6:09 pm IST)