Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

શામળિયાના ગર્ભગૃહનું મુખ્ય દ્વાર સોનાના પતરાથી મઢાયું : ભગવાન વિષ્ણુના 10 અવતારોને કંડારાયા

અમદાવાદના એક ભક્ત દ્વારા અપાયેલ દાનથી યાત્રાધામ શામળાજી મંદિરનો મુખ્ય દ્વાર સોના જડીત બનાવાયો

અરવલ્લી જિલ્લામાં આવેલ વિખ્યાત શામળાજી મંદિર કરોડો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. જે મંદિરના ગર્ભગૃહના દરવાજાને સોનાના પતરા વડે મઢવામાં આવ્યા છે. અમદાવાદના એક દાતાએ આપેલી ભેટમાંથી આ દ્વાર સોનાથી મઢવામાં આવ્યો છે. જેથી અદભૂત શોભા ધરાવતા મંદિરની શોભાને ચાર ચાંદ લાગશે.  

  યાત્રાધામ શામળાજી મંદિરનો મુખ્ય દ્વાર સોનાથી જડિત બનાવાયો છે. ભગવાન શામળાજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા અમદાવાદના એક દાતા પરિવાર દ્વારા ભેટ આપવામાં આવી હતી. જેમાંથી શામળિયાના ગર્ભગૃહનો મુખ્ય દ્વાર સોનાથી મઢવામાં આવ્યું છે. અંદાજે 7 લાખ રૂપિયાની કિંમતનો સુવર્ણમઢિત દ્વાર ફિટ કરી દેવામાં આવ્યો છે. જેમાં ભગવાનના જુદા જુદા અવતારો કંડારવામાં આવ્યા છે. જેમાં વામન, કલકી, નૃસિંહ સહિત ભગવાન વિષ્ણુના 10 અવતારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ અગાઉ અહી મંદિરમાં ચાંદીથી મઢેલા દરવાજા લગાવવામાં આવ્યા હતા. જેના સ્થાને હવે સોનાના દરવાજા મંદિરની શોભા વધારશે. તથા થોડા સમય અગાઉ ભગવાનને હીરાજડિત સુવર્ણ મુગટ ઉપરાંટ કિંમતી ડાયમંડ પણ જડવામાં આવ્યો હતો

(8:26 pm IST)