Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રાજપીપલાના ભગવાન શ્રી વિશ્વકર્માના મંદિરે વિશ્વકર્મા ભગવાનની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલાના ભગવાન શ્રી વિશ્વકર્માના મંદિરે વિશ્વકર્મા ભગવાનની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ 14/ 05/2022ના રોજ કરવામાં આવી હતી.આ પ્રસંગે લુહાર, સુથાર, મિસ્ત્રી, પંચાલ સમાજની સાથે સમસ્ત વિશ્વકર્મા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 આજથી 32 વર્ષ પેહલા વસંત પંચમીના દિવસે 1990 માં રાજપીપલા ખાતે ભગવાન શ્રી વિશ્વકર્માના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.થોડા સમય અગાઉ ભગવાન શ્રી વિશ્વકર્માની મૂર્તિનો જમણો હાથ ખંડિત થયો હોવાની જાણ ટ્રસ્ટી મંડળને થતા નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરવાનું શ્રી વિશ્વકર્મા સમસ્ત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નક્કી કર્યું હતું.વિશ્વકર્માં ભગવાનની નવી મૂર્તિ ચુનિભાઈ વલ્લભદાસ પંચાલ તરફથી દાન પેટે મળી છે, અને પ્રાણ પ્રતિષ્ઠાનો તમામ સંલગ્ન ખર્ચ શ્રી વિશ્વકર્મા સમસ્ત સમાજ સેવા ટ્રસ્ટ રાજપીપલા દ્વારા કરવામાં આવ્યો છે.

(10:23 pm IST)