Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

જુહાપુરા વિસ્તારથી કુખ્યાત અઝહર કુંડળીને ઝડપી પડાયો

અઝહરને મનીયા સુરવે, સુલ્તાન મિર્ઝા જેવું બનવું હતું : અઝહર કીટલી ૧૯ જેટલા ગુનાઓને અંજામ આપી ચુક્યો છે, ગુજસીટોક સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે

અમદાવાદ, તા. ૧૩  : કુખ્યાત અઝહર કીટલીની ગુજરાત એટીએસ દ્વારા જુહાપુરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં વેજલપુર પોલીસને હવાલે સોંપવામાં આવ્યો હતો. વેજલપુર પોલીસની તપાસમાં અનેક ખુલાસા થયા છે. અઝહર કીટલીની ક્રાઇમ કુંડળી એવી છે કે ૨૧ વર્ષની ઉંમરે તેણે ક્રાઇમની દુનિયામાં પગપેસારો કર્યો હતો. વર્ષ ૨૦૦૯ની સાલમાં સૌથી પહેલો ગુનો આચર્યો હતો. ધાક ધમકીથી પડાવેલા રૂપિયા દાન અને સેવા કાર્યોમાં વાપરતો હતો. ૬ વ્યક્તિઓની ગેંગ રાખી ગુનાઓને અંજામ આપતો હતો. આરોપી સામે ગુજ-સી ટોક સહિત૧૯ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

અઝહર કીટલી કદાચ આ નામ હવે ભૂતકાળ થઈ જશે. કારણકે હિન્દી ફિલ્મોમાં ગેંગસ્ટરો જે પ્રમાણે કામ કરતા હોય છે તેજ પ્રમાણે અઝહર કીટલી ગુનાને અંજામ આપતો હતો. શહેરનાં જુહાપુરા વિસ્તારમાં રહેતો અને નવમું ધોરણ પાસ કરેલો અઝહર કીટલી પોતાના પિતાની ચા ની કીટલી પર કામ કરતો હતો અને બાદમાં ગાડીના પાટા રીપેરીંગ કરવાનું કામ કરતો હતો. ત્યારબાદ ગાંધીનગર ર્ંદ્ગય્ઝ્ર માં કામ કરતો હતો તે સમયે અઝહર કીટલીના ડાબા હાથમાં ગંભીર ઇજા થઇ હતી.

જેના લીધે તે ફરીથી પોતાના પિતા સાથે ચા ની કીટલી ઉપર કામ કરવા લાગી ગયો હતો. અને બાદમાં હિન્દી ફિલ્મોથી પ્રેરાઈને ગુનાહિત દુનિયામાં પગપેસારો કર્યો હતો અને શરૂઆતમાં જુહાપુરા વિસ્તારમાં આસપાસના નાના મોટા વેપારીઓને ધમકાવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે હિંમત ખુલતા જે લોકો પૈસા નહિ આપતા તેઓની સાથે મારઝૂડ કરવા લાગતો હતો. તેવી જ રીતે ગુનાની દુનિયામાં ધીમે ધીમે પોતાનો ગ્રાફ ઊંચો કરવા લાગ્યો પરંતુ પોલીસે અઝહર કિટલીના વધી રહેલા ગ્રાફને એક જ ઝાટકે નીચો કરી નાંખ્યો છે. મુંબઇ ગેંગસ્ટર મનિયા સુરવેના વહેમમાં ફરનારો અઝહર કીટલી જેલની હવા ખાશે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોટો થયેલો અઝહર કીટલી ૧૯ જેટલા ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. ત્યારે ગુજરાત છ્જી દ્વારા તેની આખરે ધરપકડ કરી લેવામાં આવી હતી અને વેજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જેલ ના સળિયા પાછળ ધકેલી દીધો છે. મહત્વનું એ છે કે મુંબઈના બે નામચીન ગેંગસ્ટર એવા એક મણિયા સુરવે અને બીજો સુલતાન મીરઝા આ બંને ગેંગસ્ટરની કામગીરી મુજબ અઝહર કીટલી શહેરના જુહાપુરા વિસ્તારમાં પોતાનો રોફ જમાવવા માંગતો હતો. પરંતુ પોલીસે અઝહર કિટલીની ધરપકડ કરીને તેના તમામ નાપાક ઇરાદાઓને નેસ્ત નાબૂદ કરી દીધા છે.

અમદાવાદ શહેરમાં એક જમાનો હતો કે જેમાં ગેંગસ્ટરો પોતાનું રાજ ચલાવતા હતા પરંતુ આવા ગેંગસ્ટરો ની કમર તોડી નાખનારી અમદાવાદ શહેર પોલીસે ફરી એક વખત ઉભા થતા એક ગેંગસ્ટરને જેલ હવાલે કરી દેવાનું નક્કી કરી દીધું છે. જુહાપુરા નો  અઝહર કીટલી ડોન બનવાના મનસૂબા સાથે ફરતો હતો. પરંતુ ગુજરાત એટીએસની ઝપેટમાં આવી જતા અઝહર કીટલી હવે તૂટી પડ્યો છે. ૦૬ લોકોની ગેંગ સાથે શહેરના જુહાપુરા વિસ્તારમાં પોતાનો આંતક માચાવતો હતો. ઝોન-૭ ના સ્ક્વોડ દ્વારા અઝહર કીટલી વિરુદ્ધ ગુજ-સી ટોકનો ગુનો દાખલ કરી ને તેની ગેંગને પણ નાશ કરી નાખ્યો છે.

(9:44 pm IST)