Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

નર્મદા જિલ્લાના પાંચ પીએસઆઇની જિલ્લામાં આંતરિક બદલીઓ કરતા પોલીસ અધિક્ષક

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ નાઓએ પીએસઆઇ ની આંતરિક બદલીના હુકમ કર્યા છે જેમાં નર્મદા જિલ્લાના પાંચ પીએસઆઇની જાહેર હિતમાં આંતરિક બદલી કરવામાં આવી  છે.જે પૈકી એ.એસ.વસાવા પો.સ.ઇ ગરૂડેશ્વરની બદલી આમલેથા પોલીસ સ્ટેશન માં  પીએસઆઇ તરીકે, એસ.ડી.પટેલ પો.સ.ઇ. આમલેથાની બદલી  કેવડીયા ટ્રાફીક પોલીસ સ્ટેશન,એમ.આઇ શેખ પોસઇ,કેવડીયા ટ્રાફીક પોલીસ સ્ટેશન થી ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં,એ આર ડામોર પીએસ આઇ ડેડીયાપાડાની બદલી પો.સ.ઇ, કેવડીયા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી તથા એચ.વી. તડવી પો.સ.ઇ એસઓજી ની બદલી ફસ્ટ પો.સ.ઇ તરીકે ડેડીયાપાડા પોલીસ મથકે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(9:06 am IST)