Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સેલંબા ખાતેથી રૂપિયા 7,210 ના ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડતી S.O.G,નર્મદા ટીમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પોલીસ અધિક્ષક હિમકર સિંહ ની માર્ગદર્શનના આધારે કે.ડી.જાટ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી. નર્મદા તથા એસ.ઓ.જી. સ્ટાફનાં માણસોએ બાતમી આધારે શમીમભાઇ ઈસાજી ભાઇ ખાટકી(રહે.સેલંબા, કુઈદા જમાદાર ફળીયું , તા. સાગબારા જી.નર્મદા)ને પોતાના કબજા ભોગવટા રેહણાંક ઘરમાંથી વેચાણ માટે રાખેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૭૨૧ ગ્રામ કીમત રૂ . ૭૨૧૦  તથા અંગ ઝડતી માંથી રોકડા રૂ .૬૧૦ મળી કુલ કિ.રૂ .૭,૮૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તથા ગાંજો આપનાર યોગેશ મહારાજ ઉર્ફે યોગેશ ભૈયા (રહે.અક્કલકુવા,જી. નંદુરબાર,મહારાષ્ટ્ર )ને વોન્ટેડ જાહેર કરી સાગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

(10:06 pm IST)