Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કેદીઓ દ્વારા દોઢ લાખ માસ્ક,પીપી કીટ અને સેનેટાઇઝર મશીન બનાવી ૪ કરોડ સુધી ટર્નઓવર જાળવવા સફળતા મળેલ

કોરોના કાળમાં ધંધા રોજગારની કફોડી હાલત, કેટલાકે જીવન ટૂંકાવ્યા છેઃ ત્યારે જેલમાં બંધ કેદીઓ દ્વારા આત્મ નિર્ભરતા દાખવી અનોખી મિશાલ સ્થાપિત કરી : એક કરોડથી વધુ ટર્નઓવરવાળો ભજીયા ઉધોગ બંધ હોવા છતાં કરોડનું ટર્ન ઓવર જાળવી રાખવામાં આ રીતે સફળતા મળી, ગુજરાતના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ રહસ્ય ખોલે છે

 

રાજકોટ તા.૧૪, દેશ દુનિયા અને ગુજરાતમાં કોરોના મહામારીને કારણે ઉધોગ ધંધા મૃત પાય થયા અને ઘણા લોકોને જીવન ટૂંકાવવાનો વરો આવ્યો,પર પ્રાંતીય શ્રમિકો દ્વારા પણ વતનની વાટ પકડવી પડેલ તેવી સ્થિતિ વચ્ચે એક અનોખી વાત બહાર આવી છે. ગુજરાતની વિવિધ જેલમાં કોરોના કાળ હોવા છતાં જેલ કેદીઓ દ્વારા પોતાના ઉદ્યોગનું ટર્નઓવર જણાવવા માટે મહદ અંશે સફળ રહ્યા છે. આ ટર્ન ઓવર વિક્રમ સર્જત પરંતુ કરોડના આંખમાં ટર્ન ઓવર ધરાવતા ભજીયાનનો કારોબાર  પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે બંધ રાખ્યો હોવાથી તેટલા પૂર્તિ થોડી મુશ્કેલ પડી હતી, જો કે અમે અમારા જેલ મેનેજર, ફેકટરી મેનેજર, જેલ સુપ્રિ, તથા નાયબ જેલ સુપ્રિ.સાથે મળી જે રણનીતિ ઘડી તે સફળ રહી તેમ 'અકિલા' સાથેની વાતચીતમાં ગુજરાતના મુખ્ય જેલ વડા અને સિનિયર આઇપીએસ ડો. કે.એલ. એન.રાવ દ્વારા જણાવાયું હતું.        

 કોરોના મહામારીનો શરૂઆતમાં લોકોની લાચારીનો લાભ લઇ ચોક્કસ સમાજ વિરોધી તત્વો દ્વારા માસ્કના કાળા બજાર કરાતા હોવાના અખબારી અહેવાલો આધારે તુરત ફેકટરી મેનેજર શ્રી પરમાર, મારફત જેલ કેદીઓ જે દરજી ઉધોગ સાથે સંકળાયેલા તેની બેઠક કરી તુરત મોટા પ્રમાણમાં માસ્ક યુદ્ધના ધોરણે તૈયાર કરી લોકોને પૂરતા પ્રમાણમાં માસ્ક મળે તેવું આયોજન ગોઠવેલ. સરકારી ઓફિસને પણ સુવિધા મળી, આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારને સહયોગ કરવાની તક મળી. દોઢ લાખ માસ્કનું ઉત્પાદન થતાં કેદીઓને રોજગારી મળી અને અમારુ ટર્નઓવર  જાળવી શકવામાં સફળતા મળી.          

 પ્રવર્તમાન પરિસ્થતિમા માસ્ક સાથે પી.પી.કીટ પણ તબીબો તથા મેડિકલ સ્ટાફ માટે જરૂરી હોવાથી તેનું પણ જેલમાં ઉત્પાદન કરવાનો પ્રયોગ હાથ ધરાયો અમોને આમાં પણ સફળતા મળી, તેવું જણાવવા સાથે ડો. કે. એલ.એન.રાવે ઉમેરેલ કે જેલ દ્વારા દોઢ લાખ માસ્ક,૧૩૬૧પી.પી. કીટ ત્યાર કરેલ. વાત અહીથી અટકતી નથી, જેલ કેદીઓ દ્વારા વડાપ્રધાનના આત્મ નિર્ભર મંત્રને સાકાર કરી સેનેટાયઝર  મશીન પણ તૈયાર કર્યુંર્, આ કાર્યમાં અમારા જેલ સુપ્રિ., નાયબ જેલ સુપ્રિ., ફેકટરી મેનેજર સહિત નાનામાં નાના સ્ટાફ એક મિશન માફક અડીખમ રીતે ફરજ બજવી અને તેનું પરિણામ સામે છે. અમારું વર્ષ ૧૯/૨૦નું ટર્ન ઓવર ૪ કરોડ, ૪૬ લાખ અને ૯૧ હજારનું હતું, જયારે વર્ષ ૨૦-૨૧મા આ ટર્ન ઓવર ૩ કરોડ ૭૮ લાખ જેટલું જાળવી રાખવામાં સફળતા મળી છે.

(3:42 pm IST)