Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સાસણના દેવળીયા પાર્કમાં પ્રવાસીઓ માટે વિજયભાઈ રૂપાણીની નવી ભેટઃ પાંચ ખાસ ડિઝાઈનવાળી બસ કાર્યરતઃ વધુ પાંચ બસ મુકાશે

રાજકોટ, તા. ૧૪ :. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સાસણના દેવળીયા સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ માટે નવુ નઝરાણુ મુકવામાં આવ્યુ છે. જેમાં ૩૬૦ ડીગ્રીથી સફારી પાર્કને નિહાળવા ખાસ પ્રકારની ડિઝાઈનવાળી પાંચ વાતાનુકુલ બસ કાર્યરત કરાઈ છે. તેમજ વધુ પાંચ બસ આગામી સમયમાં મુકવામાં આવશે.

આ બસમાં વન્ય પ્રાણીઓની ફિલ્મો નિહાળવા માટે ટીવીની સુવિધા ઉપલબ્ધ કરાય છે. સંવાદ માટે ઓડીયો સિસ્ટમ, ત્રણેય ઋતુમાં ઉપયોગી સાઈડ વ્યુ, સ્કાય વ્યુ માટે પારદર્શક વિશાળ ગ્લાસ મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત આરામદાયક પુશબેક સીટ, બે સીટ વચ્ચે યોગ્ય અંતર સાથે સંપૂર્ણ એસી બસ અને બસની બહારના ભાગે વન્ય પ્રાણીઓના આકર્ષક ચિત્રો મુકવામાં આવ્યા છે.

(4:51 pm IST)