Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

રાજયમાં આંતર માળખાકીય સુવિધાઓના સૂગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીમા વધારો કરવા રાજય સરકારનો મકકમ નિર્ધાર : સુરત જિલ્લા આયોજન મંડળ બેઠકની ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરતા મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ

સુરત જિલ્લામા જિલ્લા આયોજન મંડળ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે રૂપિયા ૧૩૬૦.૦૦ લાખના ૬૯૪ કામો મંજૂર : વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં રૂ. ૯૮૩.૨૦ લાખના ૫૯૩ કામો પૂર્ણ : સુરત ખાતે સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ સહભાગી થઈ કર્યો વિચાર વિમર્શ

રાજકોટ તા ૧૪, : મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં આંતર માળખાકીય સુવિધાઓના સૂગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. આ માટે સમયબધ્ધ આયોજન અને જરૂરી નાણાંકીય ફાળવણી કરીને અસરકારક કામગીરી કરી છે જેના પરિણામે નાગરિકોને મળતી સુવિધાઓમા વધારો થયો છે. 

આજે સુરત જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને મહેસૂલ મંત્રીશ્રી કૌશિક પટેલે ગાંધીનગર ખાતેથી વિડીયોકોન્ફરન્સના માધ્યમ દ્વારા સુરત જિલ્લા આયોજન મંડળની બેઠક યોજીને નવા વિકાસકામોના આયોજનો અને થયેલ વિકાસકામોની સમીક્ષા કરતા તેમણે ઉમેર્યુ કે, રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકાસકામોનુ આયોજન થઈ રહ્યુ છે.કોરોનાના કપરાકાળમાં પણ અસરકારક આયોજનના પરિણામે રાજયની વણથંભી વિકાસ યાત્રાને અટકવા દીધી નથી. કોરોના અંતર્ગત પણ રાજય સરકારની પરિણામલક્ષી કામગીરીના પરિણામે સંક્રમણને અટકાવવામાં સફળતા મળી છે એટલુ જ નહી નાગરિકોને ઉત્તમ પ્રકારની આરોગ્યલક્ષી સારવાર પણ રાજયભરમાં ઉપલબ્ધ બનાવીને સુવિધાઓ પૂરી પાડી છે. 

મહેસૂલ મંત્રીશ્રીએ જણાવ્યુ છે કે, સુરત જિલ્લામા વર્ષ ૨૦૨૧-૨૨ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ૧૫% વિવેકાધીન જોગવાઈ હેઠળ તાલુકા કક્ષામા મળવાપાત્ર જોગવાઈ રૂ. ૧૦૮૫.૦૦ સામે રૂ. ૧૦૮૫.૦૦ લાખના ૬૪૬ કામો, નગરપાલિકા હેઠળ મળવાપાત્ર જોગવાઈ રૂ. ૧૦૦.૦૦ લાખ સામે રૂ. ૧૦૦.૦૦ લાખના ૨૨ કામો,  ૫% પ્રોત્સાહક જોગવાઈ હેઠળ રૂ. ૩૫.૦૦ લાખના ૧૬ કામો તથા ભૌગોલીક રીતે ખાસ પછાત વિસ્તાર જોગવાઈના રૂ. ૫.૦૦ લાખના ૧ કામ   મળી કુલ રૂ. ૧૨૨૫.૦૦ લાખના ૬૮૫ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં  માર્ગવિકાસના ૧૯૧ કામો, સ્થાનિક વિકાસના ૧૧૭, સામૂહિક વિકાસ પંચાયતના ૭, પ્રાથમિક શિક્ષણના ૧૦, પાણી પુરવઠાની આરોગ્યની ૨૦૯, પોષણ સુવિધાના ૧૧૪, ગંદા વસવાટોની વાતાવરણલક્ષી સુધારણાના ૨૩, વિજળીકરણ ૧૧ આ ઉપરાંત સુરત જિલ્લાના નવ તાલુકાઓના PHC/CHCમાં જરૂરી આરોગ્ય સાધન સામગ્રી/ઉપકરણો માટે રૂપિય ૧૫ લાખની વિવેકાધીન જોગવાઈ હેઠળ નવ કામો  મળી કુલ રૂ.૧૩૬૦.૦૦ લાખના ૬૯૪ કામો મંજૂર કરાયા છે જે કામો સત્વરે હાથ ધરાશે. 

મંત્રીશ્રીએ જણાવ્યુ છે કે,આ ઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨માં ધારાસભ્યશ્રી ફંડ હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટ અન્વયે આરોગ્ય સુવિધાઓ માટે કોવિડ -૧૯ અનુલક્ષીને કુલ ૧૭ કામો માટે રૂ. ૩૬૦.૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માં DMF જોગવાઈ હેઠળ થયેલ આવક માંથી રૂ. ૬.૭૮ કરોડ જેટલી રકમ આરોગ્ય સુવિધાઓમાં ઓકસીજન પ્લાન્ટ, દવાઓ, વિવિધ તાંત્રિક તબીબી સાધનો, કીટ વગેરે  માટે ફાળવવામાં આવી છે. 

મહેસૂલ મંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ થયેલ કામોની સમીક્ષા કરતા જણાવ્યુ હતુ કે, ૧૫% વિવેકાધીન જોગવાઈ તાલુકા કક્ષા, નગરપાલિકા તથા જિલ્લાકક્ષા હેઠળ મળવાપાત્ર જોગવાઈ રૂ. ૧૪૩૫.૦૦ લાખ સામે રૂ. ૧૪૩૫.૦૦ લાખના ૭૬૯ કામો તથા ૫% પ્રોત્સાહક જોગવાઈ તથા  ઉકાઈ અસરગ્રસ્ત જોગવાઈ હેઠળ રૂ. ૪૦.૦૦લાખના ૧૬કામો સહિત કુલ રૂ૧૪૭૫.૦૦લાખના ૭૮૫કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેમા આરોગ્ય સુવિધા માટે ૧૭ કામો,પોષણ સુવિધાના ૮, માર્ગવિકાસના ૨૪૫,સ્થાનિક વિકાસનિ ૧૧૬, સામૂહિક વિકાસ પંચાયતના૩,પ્રાથમિક શિક્ષણના ૧૮ પાણી પુરવઠાના ૨૦૨,ગંદા વસવાટોની વાતાવરણલક્ષી સુધારણાના ૧૪૩, વીજળીકરણનુ એક અને અન્ય ૩૨ મળી કુલ ૭૮૫ કામો મંજૂર કરાયા હતા જે પૈકી ૧૫% વિવેકાધીન જોગવાઈ હેઠળ રૂ. ૧૩૩૫.૦૦ લાખના ૭૪૪ કામો પૈકીનાં ૫૮૭ કામો પૂર્ણ કરી રૂ. ૯૫૯.૧૩ લાખનો ખર્ચ કરાયો છે અને ૭૮% ભૌતિક તથા ૭૧.૮૪% નાણાંકીય સિદ્ધિ હાંસલ કરી છે. એજ રીતે ૫% પ્રોત્સાહક જોગવાઈ તથા ઉકાઈ અસરગ્રસ્ત જોગવાઈ હેઠળ મંજૂર કરેલ રૂ. ૪૦.૦૦ લાખના ૧૬ કામો પૈકીનાં ૬ કામો પૂર્ણ કરી દેવાયા છે અને બાકી રહેલ કામો ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું. 

આ સમીક્ષા બેઠકમાં સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર,સુરત જિલ્લાના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રીમોહનભાઈ ઢોડિયા, શ્રીમતી ઝંખનાબેન પટેલ, જિલ્લા કલેકટરશ્રી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા કરી માહિતી પુરી પાડી હતી. 

(5:07 pm IST)