Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

અરવલ્લી જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગની ટીમે જુદી જુદી જગ્યાએ દરોડા પડી 2.50 કરોડનો મુદામાલ જપ્ત કર્યો

અરવલ્લી: જિલ્લામાં રોડ સહિતના કેટલાય કામો હાથ ધરાયા છે. કેટલાક સ્થળોએ બાંધકામના મસમોટા વિસ્તારના પૂરણો માટે આડેધડ થતાં ખોદકામો  ઉડીને આંખે વળગી રહયા છે. ત્યારે આવા ગેરકાયદેસર રીતે થઈ રહેલા ખનીજ ખનન અને વહન સામે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીએ હાથ ધરેલી કડક કાર્યવાહીથી ખનીજ માફીયા ફફડી ઉઠયા છે. જિલ્લા ખાણ ખનીજ વિભાગની જુદીજુદી ટીમો દ્વારા છેલ્લા બે દિવસથી પંથકમાં કડક ચેકીંગ હાથ ધરાયું હતું. દરમ્યાન આ તપાસણીમાં માઈનસ ઈન્સ્પેકટર ધવલ સાતપૂત સહિત દ્વારા  કડોલ,જીતપુર પંંથકમાં હાઈવે પાસે ગેરકાયદેસર રીતે મુરમ ના કરાતા ખોદકામમાં જોતરાયેલા જેસીબી મશીનને સ્થળ ઉપર થી ડીટેન કરી દીધું હતુ.

જયારે જિલ્લાના મોડાસા તાલુકાના લીંભોઈકંપા ખાતે એક ખાનગી માલીકીની જમીનમાં ગ્રેનાઈટ રબલ ખનીજ ખોદી અન્ય જગ્યાએ કરાતા પુરણ કામગીરી સ્થળે છાપો મારી ટીમે આ કામગીરીમાં જોડાયેલા હીટાચી મશીનને ઝડપી લીધું  હતું.જિલ્લા ખાણ ખનીજ વિભાગ ટીમે વિવિધ સ્થળે છાપો મારી રાજેન્દ્રનગર ચોકડી એથી ગેરકાયદેસર ખનીજ વહનમાં જોતરાયેલા ૨ ડમ્પરો અને લીંભોઈ ગામે એક ખેતરમાંથી વગર પરવાનગી એ સાદી માટી વહન કરવાના બદ ઈરાદે વહન થતી માટી ભરેલ ૫ ડમ્પર ઝડપી તમામ વાહનો ડીટેઈન કરાયા હતા.અને વિભાગ દ્વારા કુલ મળી રૂ.૨.૫૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.આ ગેરકાયદેસર ખનન અને વહનમાં જોડાયેલા કસૂરવારો સામે વિભાગ દ્વારા કુલ મળી રૂ.૨.૫૦ કરોડ નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.આ ગેરકાયદેસર ખનન અને વહનમાં જોડાયેલા કસૂરવારો સામે વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી.

(6:17 pm IST)