Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ગાંધીનગરના અડાલજ નજીક પોલીસે બાતમીના આધારે અમદાવાદ જતી રિક્ષાને ઝડપી 67 હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

ગાંધીનગર: જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવા પોલીસ દોડી રહી છે ત્યારે અડાલજ પોલીસે બાતમીના આધારે અમદાવાદ તરફ જતી રીક્ષાને ઝડપી લીધી હતી અને તેમાં તપાસ કરતાં વિદેશી દારૃની ૧૪ર બોટલ મળી આવી હતી. દારૃ અને રીક્ષા મળી ૬૭ હજારના મુદ્દામાલ સાથે અમદાવાદ સરદારનગરના શખ્સને ઝડપી લઈ વધુ તપાસ શરૃ કરી હતી તો આ દારૃનો જથ્થો રાધનપુરના શખ્સે ભરી આપ્યો હતો.

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાતંમાથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડાતો હોય છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી દારૃની હેરાફેરી કરતાં ખેપિયાઓને પણ પકડી રહી છે. ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કલોલ તરફથી આવી રહેલી રીક્ષા નં.જીજે-૦૧-ટીએ-૦૮૮૩ અમદાવાદ તરફ જઈ રહી છે અને તેમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે વોચ ગોઠવતાં બાતમીવાળી રીક્ષા આવી હતી અને તેને ઉભી રાખતાં તેમાં સવાર ચાલકનું નામ સુનિલ રાજુભાઈ સલાટ રહે.ભદ્રેશ્વર કોતરપુર, સરદારનગર અમદાવાદ હોવાનું બહાર આવ્યું હતું. રીક્ષામાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની ૧૪ર જેટલી દારૃની નાની બોટલો મળી આવી હતી. આ દારૃ કયાંથી લવાયો હતો તે સંદર્ભે પુછતાં રાધનપુરમાં રહેતાં માધુભાઈએ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આ બન્ને વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી દારૃ અને રીક્ષા મળી ૬૭ હજારનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો.

(6:20 pm IST)