Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે દરોડા પાડી હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને 11 હજારની રોકડ સાથે ઝડપી પાડયા

ગાંધીનગર: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી જુગારની પ્રવૃતિ વધી રહી છે ત્યારે અડાલજ પોલીસે શેરથા ગામમાં દરોડો પાડીને ખોડીયાર માતાજી મંદિર પાસે તીનપત્તીનો જુગાર રમતાં ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ૧૧૩૦૦ની રોકડ કબ્જે કરી હતી તો ડભોડા પોલીસે વજાપુરામાં દરોડો પાડીને પાંચ શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧૧ હજાર ઉપરાંતનો રોકડ જપ્ત કરવામાં આવી હતી.

કોરોના કાળ દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની પ્રવૃતિ ખુબ વધી છે ત્યારે પોલીસ ઠેકઠેકાણે દરોડા પાડી રહી છે. અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે શેરથા ગામમાં ખોડીયાર માતાજી મંદિર પાસે કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં આ સ્થળેથી જુગાર રમતાં મનીષ અમરતભાઈ મીસ્ત્રી, શંભુભાઈ ગુણવંતભાઈ પરમાર અને રમેશ બળદેવભાઈ પરમાર તમામ રહે.સામા સુર્યા ભરવાડી દરવાજા બહાર વીરમગામ જિ.અમદાવાદને ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી ૧૧૩૦૦ની રોકડ કબ્જે કરી હતી. તો બીજી બાજુ ડભોડા પોલીસની પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન વજાપુરા પાણીની ટાંકી પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો કરી વજાપુરા વચલાવાસમાં રહેતા પ્રકાશ શ્રવણજી ઠાકોર, પાણીની ટાંકી વાસમાં રહેતા રાજુજી ભીખાજી ઠાકોર, રમેશજી કોદરજી ઠાકોર રહે.કલાજીનો વાસ, વડોદરા, દશરથજી સોમાજી ઠાકોર રહે.ઈન્દિરાનગર વડોદરા અને મહેરસિંહ કાળાજી ઠાકોર રહે.માલાજીનો વાસ વડોદરાને ઝડપી લીધા હતા તેમની પાસેથી ૧૧ હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરવામાં આવી હતી. આ તમામ જુગારીઓ સામે જુગારધારાનો ગુનો દાખલ કર્યો હતો. 

(6:21 pm IST)