Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ કાલે ફરી ગુજરાતમાં : સાંજે ધારાસભ્ય દળની બેઠકમાં આપશે હાજરી : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત : ત્રણેય નેતાઓ બેઠકને કરશે સંબોધન

અમદાવાદ : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ આવતીકાલે ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે કાલે સવારે 10.20 કલાકે દિલ્હીથી આવશે કાલે સાંજે 4.30 કલાકે વિધાનસભા સંકુલમાં બેઠક મળનાર છે આ બેઠકમાં ભાજપના 112 ધારાસભ્યો હાજર રહેશે, બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ,નાયબ મખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે બેઠકને ત્રણેય નેતા  સંબોધન કરશે

 પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ કાલે ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં તેઓ હાજરી આપવા ઉપરાંત  ધારાસભ્યો સાથે પણ બેઠક કરી શકે છે.

(6:25 pm IST)