Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સાવધાન સાયબર ક્રાઇમનો ભોગ ન બનો: અમેરિકન આર્મી ઓફિસરની ઓળખ આપી વલસાડના એક યુવક સાથે છેતરપિંડી : ગિફ્ટ મોકલવાનું કઈ 'મામા 'બનાવ્યા

(કાર્તિક બાવીશી દ્વારા )કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી અને સાઇબર ક્રાઇમનો ભોગ બને છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અનેક અપીલ કરવામાં આવે છે અખબારોમાં પણ આવે છે અનેક કિસ્સાઓ બહાર આવે છે છતા પણ લાલચ કેટલી યોગ્ય છે વલસાડ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં સાઇબર ક્રાઇમને લગતી માહિતી મૂકવામાં આવી છે વલસાડ પોલીસના પેજ પર પણ સાઇબર ક્રાઇમ પ્રત્યે સમજણ આપવામાં આવે છે છતા પણ લોભ કેટલો યોગ્ય ? વલસાડનો એક યુવક સોશિયલ મીડિયામાં છેતરપિંડીનો ભોગ બનતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. અમેરિકન આર્મી ઓફિસર તરીકે ઓળક આપી વલસાડના યુવક સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.સોશ્યલ મીડિયાના માધ્યમથી ઇવાનસ રોહીની અમેરિકન આર્મી ઓફિસરની ખોટી પ્રોફાઈલ આઈડીના માધ્યમથી લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રહ્યા છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સાથે મિત્રતા કેળવીને તેનો વિશ્વાસ જીતીને અમેરિકાના આર્મી ઓફિસરની ખોટી પ્રોફાઈલ ધરાવતા ઇસમે અફઘાનિસ્તાનથી તેમની માટે એક ગિફ્ટ મોકલી રહ્યા હોવાનું જણાવી તેમનું એડ્રેર્સ મેળવી લેતા હોય છે. તેઓને 5 લાખ ડોલર મોકલાવી રહ્યા હોવાનું વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું.
ગિફટ મોકલવાની વાત કર્યા બાદ આરોપીઓ કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અરજદારોને 5 લાખ ડોલર મંગાવવા બદલ કેસ કરવાની ધમકીઓ આપીને અરજદારો પાસેથી ટુકડે ટુકડે અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા જમા કરાવવા જણાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા હોવાનું સામે આવ્યું છે.વલસાડના પણ એક ઈસમ પાસેથી 4.35 લાખથી વધુની રકમ ઠગ બાજોએ ઠગી લીધી હતી. વધુ રકમની માંગણી કરતા અરજદારે વલસાડ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા વલસાડ સાઇબર સેલની ટીમ દ્વારા અલગ અલગ ખાતામાં જમા કરાવેલા બેન્ક એકાઉન્ટની ડીટેલ મળવી સમયસર ખાતા સિઝ કરતા 4.35 લાખમાંથી 3.24 લાખની રકમ ભોગ બનનારના ગુમાવેલા રૂપિયા બચાવવામાં વલસાડ પોલીસની મહેનત રંગ લાવી હતી.
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા એ સોશ્યલ મીડિયા યુઝરને તેઓની કોઈપણ ડિટેલ સોશ્યલ મીડિયામાં શેર ન કરવા અપીલ કરી છે. સોશ્યલ મીડિયામાં અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી નહીં. ફોન ઉપર પણ તમારા બેંકના ખાતાની કોઈપણ વિગત અજાણ્યા લોકોને શેર કરવી નહીં, બેંક દ્વારા કોઈપણ વિગત ફોન દ્વારા મંગવામાં આવતી નથી.
બેંકની ખાતરી કરી બેંકમાં જઈ રૂબરૂ વિગત આપવાનું રાખોલોન, KYC, અપડેટ કે રિવોર્ડ પોઇન્ટ એનકેસ માટે બેંક દ્વારા કોઈપણ પ્રકારની માહિતીઓ મેળવવા ફોન કરવામાં આવતા નથી. આવા કોઈપણ ફોન આવે તો સતર્ક રહીને કોઈપણ માહિતી આપવી નહીં.

(11:02 pm IST)