Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

શાળા શરૂ થવાના દિવસે જ શાળાને લાગ્‍યા તાળા! : આચાર્યનાં બેફામ વહિવટથી ત્રાસી ગામ લોકોએ જ સરકારી શાળાની કરી તાળાબંધી

સરકારી ગ્રાન્‍ટનો દુરૂપયોગ કરવામાં આવતો હોવાનાં આરોપ સાથે ગ્રામજનોએ આચાર્યની બદલીની માંગ કરીઃ બાળકો પાસે શાળામાં કરાવાતી મજૂરી !

મહેસાણાઃ ગઈકાલથી રાજ્‍યની તમામ શાળાઓનાં ઉનાળુ વેકેશન પુર્ણ થઈ ગયુ છે અને શાળાઓ ખુલવા માંડી છે પરંતુ મહેસાણા જિલ્‍લાનાં વડનગરની સરકારી શાળા ખુલે તે પહેલા જ ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી હતી. અને આરોપ લગાવ્‍યો હતો કે, શાળાના આચાર્ય સરકારની ગ્રાન્‍ટનો દુરૂપયોગ કરે છે અને વાલીઓને વારંવાર ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. જેનાથી કંટાળી ગ્રામજાનોએ આચાર્યની બદલીની માંગ સાથે શાળાની તાળાબંધી કરી છે.

આજથી રાજ્યની તમામ શાળાઓ માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓની શરૂઆત થઇ ચુકી છે. મહેસાણા જિલ્લાના વડનગર નજીક આવેલાસૂંઢિયા ગામમાં વહેલી સવારથી જ ગામલોકો એકત્ર થઇને ગામની સરકારી શાળાની તાળાબંધી કરી હતી. આચાર્યના બેફામ વહીવટના કારણે કંટાળેલા ગામ લોકોએ શાળાની તાળાબંધી કરી હતી. સરકારી ગ્રાન્ટનો દુરૂપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવીને ગામલોકો દ્વારા આચાર્યની બદલીની માંગ કરવામાં આવી રહી છે.

સૂંઢીયા ગામના લોકો કૌભાંડી આચાર્યથી ખુબ જ પરેશાન

મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર નજીકના સૂંઢિયા ગામમાં આવેલી અનુપમ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રિન્સિપાલ રાજેન્દ્ર લવજીભાઇ ચૌધરીની બદલીની માંગ સાથે આજે વહેલી સવારથી જ લોકોએ ગામલોકોને શાળાઓ દ્વારા તાળા મારી દેવામાં આવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર શાળામાં જે વ્યવસ્થા છે તે ખોરવાઇ ચુકી છે. A ગ્રેડમાં ચાલતી શાળા C ગ્રેડ થઇ ચુકી છે. આચાર્ય દ્વારા સરકારમાંથી આવતી ગ્રાન્ટનો ખુબ જ દુરૂપયોગ કરાઇ રહ્યો છે. વાલીઓને વારંવાર ગેરમાર્ગે દોરીને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો હતો.

સરકારી ગ્રાન્ટનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ

આચાર્ય રાજેન્દ્ર ચૌધરી છેલ્લા 9 વર્ષથી નોકરી કરતા આ વ્યક્તિએ સરકારી ગ્રાન્ટના દુરૂપયોગ કરીને કૌભાંડ આચર્યું છે. વિકાસ માટે આવતી ગ્રાન્ટોના ખોટા દુરૂપયોગ કરવા માટે ખોટા બિલો મુકીને વાપરવાના આક્ષેપો કરાયા છે. બાળકો પાસે ટોઇલેટ સાફ કરાવવામાં આવે છે. પાણીની ટાંકી સાફ કરવા માટે પણ બાળકોને ઉતારવામાં આવે છે. સ્થાનિક શિક્ષણાધિકારી દ્વારા ગામજનોને સમજાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે ગામલોકો દ્વારા આચાર્યની બદલી માટે મક્કમ છે.

(5:28 pm IST)