Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ગાંધીનગરમાં સે-5માં ગટર ચોકઅપ થઇ જતા સ્થાનિક લોકોને વસવાટ કરવું મુશ્કેલ બન્યું

ગાંધીનગર :  ગાંધીનગર શહેર માં વર્ષોજૂની ગટર લાઇનો બદલવામાં નથી આવતા ઘણા વિસ્તારોમાં બિસ્માર હાલતમાં મુકાઇ ગઇ છે. જેના પગલે અવાર-નવાર ગટર ચોકઅપ થઇ જવાના કારણે દુર્ગંધયુક્ત પાણી ચોકડીમાં આવી જતા હોય છે. જેથી સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવતા રહીશોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

શહેરના સેકટર-પ એ, બી, સી વિભાગના રહેણાંક વિસ્તારમાં પ્લોટ નંબર ૨૬૫થી૨૭૦ એ અને પ્લોટ નં ૮૮૦/૨મા છેલ્લા એક માસથી ગટરો ચોકઅપ થઇ ગઇ છે. સતત દુર્ગંધ યુક્ત પાણી વહેતું હોવાના કારણે ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બન્યું છે.  આ અંગે પાટનગર યોજના વિભાગના સંબંધિત અધિકારી અને સેકટર-૩ સુવિધા કેન્દ્ર ખાતે અવારનવાર વસાહતીઓ દ્વારા ફરિયાદો રજીસ્ટરમાં નોંધવામાં આવેલી હોવા છતાં કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી અને રહેણાક વિસ્તારમાં ચોકડીની ગટરો વારંવાર ઉભરાય છે. ઉપરાંત

આ બાબતે સેકટર-પ વસાહત મહામંડળ દ્વારા પણ કાયમી ફરીયાદનો નિરાકરણ લાવવા માંટે ઉગ્ર રજુઆત કરવામાં આવી છે છતાં કામગીરી કરવામાં આવતી નથી.  અત્યારે હાલ ઉનાળામાં ગરમી પડે છે અને ધર આગણે વસાહતીઓની રહેણાંક વિસ્તારમાં ચોકડી ગટરો બેક મારી ખુબજ દુગધ મારે છે અને વાતાવરણ દુષિત થાય છે. આથી પાણીજન્ય રોગચાળાનો  વસાહતીઓ ભોગ બને તે પહેલાં સેકટર પ વસાહતમાં વારંવાર ઉભરાતી ગટરોની સમસ્યાઓ નો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે દુર્ગંધ યુક્ત પાણી વચ્ચે વસવાટ કરતા રહીશોની હાલત કફોડી બની જવા પામી છે ત્યારે હાલમાં ગટરના ગંદા પાણી સ્થાનિકો માટે આફત બન્યા છે.

(5:35 pm IST)