Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સુરતમાં અડાજણ સહીત વેસુમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાણા પર પોલીસે દરોડા પાડી 4 ગ્રાહકો મળી 13 શખ્સોની ધરપકડ કરી

સુરત: અડાજણના ગુજરાત ગેસ સર્કલ સ્થિત સરદાર કોમ્પ્લેક્ષમાં પ્રિન્સ સ્પા અને વેસુના વીઆઇપી હાઇસ્ટ્રીટમાં હાઇ લુક્સ સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર પોલીસે દરોડા પાડી 8 લલના, 4 ગ્રાહક મળી કુલ 13 જણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કંટ્રોલ રૂમના કોલના આધારે રાંદેર પોલીસે અડાજણ ગુજરાત ગેસ સર્કલ સ્થિત સરદાર કોમ્પ્લેક્ષમાં દુકાન નં. 62 માં પ્રિન્સ સ્પા નામે ધમધમતા કૂટણખાના પર દરોડા પાડયા હતા. જયાં સ્પા સંચાલક ગિરીશ પ્રહલાદ નાઇ (ઉ.વ. 39 રહે. અષ્ટ વિનાયક એપાર્ટમેન્ટ, અમરોલી ચાર રસ્તા), મેનેજર અંજુ સાગર જાવીયા ઉપરાંત બે ગ્રાહક રમેશ જતન સતરા અને રાજેશ ભગવાન રાજપૂત તથા ચાર લલનાને ઝડપી પાડી હતી. સંચાલક અને મેનેજરની પૂછપરછમાં સ્પામાં આવનાર ગ્રાહક પાસેથી મસાના તથા શરીરસુખ માણવા માટે 2 હજાર રૂપિયા લેતા હતા. જયારે લલનાને માસિક 10 હજારનો પગાર ચુકવતા હતા. પોલીસે રોકડ, 11 મોબાઇલ ફોન વિગેરે મળી કુલ 51 હજારનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે ઉમરા પોલીસે વેસુના વીઆઇપી હાઇસ્ટ્રીટ બિલ્ડીંગમાં યુજી 22 હાઇ લુક્સ સ્પા નામની દુકાનમાં દરોડા પાડયા હતા. જયાંથી સ્પા મેનેજર મોંજરૂલ મોકબુલ શેખ (રહે. વ્હાઇટ હાઉસ, હરીનગર, ઉધના) તથા હારૂન હમીદ ચૌધરી (રહે. એકતા એપાર્ટમેન્ટ, ઉધના), ગ્રાહક કિરણ બિપીન ખિલાવાલા, અશ્વીન લાલજી સાવલીયા અને ચાર લલનાને ઝડપી પાડી હતી. જયારે ભાડાની દુકાનમાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર માલિક રતિકાંત હરેકૃષ્ણા (રહે. ગણેશ રેસીડન્સી, સાયણ) ને વોન્ટેડ જાહેર કર્યો હતો. સ્પા મેનેજરની પૂછપરછમાં ગ્રાહકો પાસેથી મસાજ માટે 1 હજાર અને શરીરસુખ માણવા 2 હજાર રૂપિયા લેતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રોકડ, 2 મોબાઇલ ફોન વિગેરે મળી કુલ 45 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. 

(5:38 pm IST)