Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વડોદરાના ડભોઇ રોડ નજીક દારૂના ધંધાની બાતમી આપતો હોવાની શંકા રાખી યુવક પર ચપ્પુથી હુમલો કરવામાં આવતા આરોપીની ફરિયાદના આધારે શોધખોળ હાથ ધરવામાં આવી

વડોદરા: તું અમારા દારૃના ધંધાની બાતમી પોલીસને આપે છે, તેવી શંકા રાખી યુવક પર ચાકૂ વડે  હુમલો કરી આરોપીએ ઇજા પહોંચાડી હતી.જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. ડભોઇ રોડ મહાનગરની સામે જલારામ નગર ઝૂંપડપટ્ટીમાં રહેતો વિક્કી વિજયભાઇ ગોદડિયા રિક્ષા ડ્રાયવિંગ કરે છે.વાડી  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેણે જણાવ્યું છે કે,ગત તા.૧૨ મી એ  રાતે સાડા દશ વાગ્યે નારાયણનગરમાં રહેતા મારા મિત્ર  પરાગભાઇને મળવા માટે ગયો હતો.પરાગભાઇના મકાનની બાજુમાં આવેલા મકાન  પાસે મીનાબેન રાવલ ઉભા હતા.મેં તેઓને પૂછ્યું કે, પરાગભાઇ ક્યાં છે ? તેમણે મને કહ્યું હતું કે,મારા મકાનની અગાશી પર છે.હું ધાબા પર  ગયો હતો.પરંતુ,ધાબા પર કુતરૃં ભસતું હોઇ હું કુદીને બાજુની અગાશીમાં જતો રહ્યો હતો.તે સમયે ત્યાં શનાભાઇ ઠાકોરે મને પાછળથી પકડી લીધો હતો.આ સમયે મીનાબેન રાવલ દોડતા ધાબા પર આવી ગયા હતા.મીનાબેન અને શનાભાઇ ઠાકોરે મને કહ્યું  હતું કે,તું  પોલીસને અમારા  દારૃના ધંધાની બાતમીઓ આપે છે.તેણે ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને મને ડાબા પગ પર ઇજા પહોંચાડી હતી.તું અમારા દારૃના ધંધાની બાતમી આપવા માટે અહીંયા આવ્યો છે.હવેથી અહીંયા દેખાઇશ તો તને જોઇ લઇશું.તેણે ફરીથી મને મારવા માટે ચપ્પુ ઉગામતા મેં બૂમાબૂમ કરતા નીચે ઉભેલા લોકો અગાશી પર દોડી આવ્યા હતા.અને હું દાદર વાટે નીચે ઉતરી ગયો હતો.

(5:40 pm IST)