Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજપીપળા શહેરનાં સાંકડા માર્ગો ઉપર દબાણ કરતા વેપારીઓ સામે પાલિકા પ્રમુખે કરી લાલ આંખ

છાસવારે દબાણ ન કરવા જણાવવા છતાં કેટલાક વેપારીઓ મનમાની કરતા હોય પાલિકા પ્રમુખની સૂચના બાદ કડક પગલા લેવાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા માં સાંકડા માર્ગો નાં કારણે ટ્રાફિક સમસ્યા વધી રહી હોય માર્કેટ રોડ સહિતના માર્ગો ઉપર દુકાન બહાર લટકણિયાં સહિત અન્ય વસ્તુઓ મૂકી ગ્રાહકો ને જાહેરાત કરતા અમુક વેપારીઓનાં આ દબાણનાં કારણે સાંકડા માર્ગોમાં અવરોધ ઊભો થતાં પગપાળા જવું પણ ક્યારેક મુશ્કેલ બનતું હોય નગર પાલિકા દ્વારા ઘણીવાર દબાણ ન કરવા સૂચના આપવામાં આવી ઉપરાંત દંડ પણ વસૂલવામાં આવ્યો હોવા છતાં અમુક વેપારીઓ મનમાની કરતા હોવાથી પાલિકા પ્રમુખ કુલદીપસિંહની કડક સૂચના અને મુખ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે પાલિકાની ટીમે સાંકડા માર્ગ ઉપર દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરી હતી.જેમાં અડચણરૂપ વસ્તુઓ પાલિકાના વાહનમાં ભરી લઇ ગયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે

(10:48 pm IST)