Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજપીપળાની જૂનું મચ્છી માર્કેટ તોડી નવું બંધાશે :પાલિકા પ્રમુખ દ્વારા વધુ એક નવીનીકરણ કાર્ય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા નગરપાલિકાના વિસ્તારમાં આવેલ મચ્છી માર્કેટની મિલ્કત રાજપીપલા નગરપાલિકાની માલિકીની હોય આ મિલકત જર્જરિત હાલતમાં હોવાથી ત્યાં નવું બિલ્ડિંગ બનાવવાનું હોય માટે જુની ઇમારત તોડી નાખવાની હોવાથી હાલમાં ત્યાં ધંધો કરતા વ્યક્તિઓ એ આ જગ્યા ખાલી કરી અન્ય જગ્યા પર વ્યવસ્થા કરવા પાલિકા દ્વારા એક જાહેરનામું બહાર પાડી સૂચના અપાઇ છે
જોકે મોટાભાગના વેપારીઓએ આ બાબતની જાણ થતાં પોતાનો સામાન ખસેડી લીધો હોય હવે બે ત્રણ દિવસમાં આ મકાન તોડી ત્યાર નવું બાંધકામ થશે આમ એક બાદ એક યુવા પ્રમુખ કુલદીપસિંહએ પ્રમુખ પદ સંભાળ્યા બાદ રાજપીપળા શહેરમાં વિકાસના કામો શરૂ કર્યા છે .

(10:50 pm IST)