Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સિનિયર સિટીજનો માટે અવ્યવસ્થા સહિતની તકલીફો જોતા કોંગ્રેસ પ્રદેશ મંત્રી ચોંકી ઉઠ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથકમાં આવેલી એકમાત્ર સિવિલ હોસ્પીટલ જાણે ખુદ ઓક્સિજન પર હોય તેમ અનેક તકલીફો નાં કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે જેમાં અમુક દિવસોમાં કેસ બારી સહિત ઓપીડી પર ભારે ભીડ વચ્ચે સિનિયર સીરીઝનોની હાલત બગડેલી જોવા મળે છે.
આજે સવારે  જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રદેશ મંત્રી પ્રફુલ ભાઈ પટેલ સિવિલ હોસ્પિટલમાં ગયા ત્યારે ત્યાંની હાલત જોઈ ચોંકી ઉઠ્યા હતા તેમના જણાવ્યા મુજબ કેસ બારી ઉપર લાંબી લાઈનનાં કારણે સિનિયર સીરીઝનો ની હાલત બગડે છે માટે સિનિયર સીરીઝનો માટે અલગ વ્યવસ્થા જરૂરી છે ઉપરાંત એન્ટ્રીમાં પૂછપરછ વિભાગમાં કોઈ કર્મચારી નથી,કેસ બારી ઉપર પણ એકજ કર્મચારી હોવાથી બીમાર દર્દીઓ કલાકો ઊભા રહી વધુ બીમાર પડે તેવી હાલત જોવા મળે છે સાથે સાથે હાલમાં રાજ્યમાં કોરોનાનાં કેસ વધતા હોવા છતાં ઓપીડી અને કેસ બારી પર લગોલગ ઉભેલા દર્દીઓ એકબીજા સંપર્કમાં આવતા અન્ય વાયરસ નો પણ ખતરો ઊભો થાય તેવી હાલત હોય સિવિલ સર્જન અને આર.એમ. ઓ આ બાબતે યોગ્ય કરે તેવી માંગ છે.

(10:52 pm IST)