Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

દેશમાં સૌ પહેલીવાર ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર ૩૦૦ રૂમની ફાઇવસ્ટાર હોટલ

ગાંધીનગરમાં એવું સ્ટેશન બન્યું છે જે દેશમાં બીજે કયાંય નથી બન્યું. અહિં રેલ્વે સ્ટેશનમાં ઘણી આધુનિક સુવિધાઓ છે. અહિં અલગથી પ્રાર્થના રૂમ અને બેબી ફીડીંગ રૂમ પણ છે. આધુનિક સુવિધાઓ સાથે પ્રાથમિક ઉપચાર માટે નાની હોસ્પિટલ પણ બનાવાઇ છે ખાસ વાત એ છે કે રેલ્વે સ્ટેશન ફાઇવસ્ટાર હોટલની નીચે બનેલ છે ફાઇવસ્ટાર હોટલમાં જવા સ્ટેશનમાંથી જ ગેઇટ બનાવાયો છે. લીફટ અને એર-કેલેટર પણ છે. સ્ટેરલ પરિસરમાં બનેલ બિલ્ડીંગમાં એન્ટ્રી ગેટ, બુકિંગ, બુક સ્ટોલ, કેન્ટીન વગેરે છે. અહિં દીવાલ પર ગુજરાતના અલગ અલગ મેન્યુમેન્ટની તસ્વીરો પણ બનાવાઇ છે. અયોધ્યામાં બનતા રામ મંદિરની પણ ઝલક છે રેલ્વે સ્ટેશન ઉપર ૩૦૦ રૂમની ફાઇવસ્ટાર હોટલ પણ બની છે તેને લીલાગ્રુપ ચલાવશે. ગાંધીનગરની એ સૌથી ઉંચી ઇમારત છે.

(10:08 am IST)